Gujarati News: CM ભૂપેન્દ્ર પટેલ કરશે રૂપિયા 502.34 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
Gujarati News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તારીખ 13 જુલાઈના રોજ કુલ રૂપિયા 502.34 કરોડના ખર્ચે સુરત મનપા, સુડા અને માર્ગ-મકાન વિભાગના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. જેમાં પાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજિત રૂપિયા 46.10 કરોડના ખર્ચે પ્રકલ્પોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત અને અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ.(URDCL) દ્વારા અંદાજિત રૂપિયા 403 કરોડના ખર્ચે સુરત શહેરની ફરતે બનાવવામાં આવનાર વિવિધ રિંગરોડ અને તાપી નદી પર બ્રિજનું લોકાર્પણ, સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા) દ્વારા અંદાજિત રૂપિયા 33.08 કરોડના ખર્ચે વિકાસકામો લોકાર્પણ-ખાતમુહૂર્ત તેમજ માર્ગ અને મકાન હસ્તકના રૂપિયા 20.13 કરોડના ખર્ચે રાંદેરના રામનગર સ્થિત સરકારી વસાહતમાં નવનિર્મિત બી કેટેગરી બિલ્ડિંગના બે બ્લોકનું લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને તારીખ 13મીએ સાંજે 4 કલાક અડાજણના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે સમારોહ યોજાશે.

રૂપિયા 46.10 કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકાના 13 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ
રૂપિયા 4.09 કરોડના ખર્ચે કતારગામની નગર પ્રાથમિક શાળા ક્રમાંક 176177 નવનર્મિત શાળા, રૂપિયા 5.68 કરોડના ખર્ચે લિંબાયત-ડીંડોલી ખાતે ફર્નિચર અને ઈન્ટિરિયર સહિત અધતન લાઈબ્રેરી, રૂપિયા 71 લાખના ખર્ચે વેસુ ખાતે ચિન્ડ્રન પાર્ક, રૂપિયા 84 લાખના ખર્ચે પાલી, સચિન, કનસાડ ખાતે ગાર્ડન, રૂપિયા 5.39 કરોડના ખર્ચે સરથાણા-સીમાડા ખાતે ફાયર સ્ટેશન તથા ફાયર સ્ટાફ કવાટર્સ, રૂપિયા 1.36 કરોડના ખર્ચે મોટાવરાછા-ઉત્રાણ ખાતે મલ્ટીપર્પઝ કોમ્યુનિટી પ્લોટ ડેવલપ કરવાનું કામ સહિત કુલ રૂપિયા 18.07 કરોડના ખર્ચે છ વિકાસના કામોનું લોકાર્પણ કરાશે.
આ સાથે રૂપિયા 4.64 કરોડ ખર્ચે ઉમરવાડા ખાતે આધુનિક વાહન તથા દબાણ ડેપો, રૂપિયા 1 કરોડના ખર્ચે પુણા ખાતે હેલ્થ સેન્ટરની આગળ ખુલ્લી જગ્યામાં એક્ષ્પાન્શન કરવાનું કામ, રૂપિયા 4.97 કરોડના ખર્ચે વરાછા વડવાળા સર્કલ, વેજિટેબલ માર્કેટ તથા મલ્ટીલેવલ પાર્કિંગ, રૂપિયા 11.48 કરોડના ખર્ચે લિંબાયત-ડિંડોલી ખાતે કોમ્યુનિટી હોલ, રૂપિયા 1.41 કરોડના ખર્ચે લાલ દરવાજા ફ્લાય ઓવર નીચે, કતારગામ દરવાજા, વેડ દરવાજા ફ્લાય ઓવર બ્રીજ નીચે રાંદેર ઝોન, સ્ટાર બજાર ફ્લાય ઓવર બ્રીજ નીચે અને સરથાણા ઝોનમાં, સીમાડા નાકા જંકશ્ન ખાતે સરથાણા ફ્લાય ઓવર બ્રીજ નીચે પોર્ટેબલ ટાઈપ બી.આર.ટી.એસ બસ શેલ્ટરો, રૂપિયા 3.52 કરોડના ખર્ચે પાલ તથા પાલનપોર ગાર્ડના નવીનીકરણ, ભેસાણ ખાતે ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ટ્રીટેડ સુએઝ પંપીગ સ્ટેશન બનાવવાનું તથા 250 મીમી વ્યાસના ડીઆઈ પાઈપો પુરા પાડી ટ્રીટેડ વેસ્ટ વોટર માટે પાઈપલાઈન નાંખવાની અને તેને આનુસંગિક કામગીરી માટે ડિઝાઈન, કન્સ્ટ્રક્શન, ઈરેક્શન, ટેસ્ટીંગ, કમિશનિંગ તથા ટ્રાયલ રન સહિત 05 વર્ષમાં મરામત-નિભાવનું કામ, રૂપિયા 1.01 કરોડના ખર્ચે ડભોલી લેક ગાર્ડન નવિનિકરણ, સિંગણપોર ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આનુસંગિક કામગીરી માટે ડિઝાઈન, કન્સ્ટ્રક્શન, ઈરેક્શન, ટેસ્ટીંગ, કમિશનીંગ તથા ટ્રાયલ રન સહિત 05 વર્ષના મરામત-નિભાવનું કામોનું રૂપિયા 28.03 કરોડના 7 કામોનું ખાતમુર્હુત કરાશે. આમ, કુલ રૂપિયા 46.10 કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકાના 13 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ થશે.
અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા રૂપિયા 403.03 કરોડના ખર્ચે નિર્મિત રિંગરોડ અને તાપી બ્રિજનું લોકાર્પણ
અર્બન રિંગ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા રૂપિયા 223.72 કરોડના ખર્ચે વરિયાવ જંકશનથી કોસાડ ગામમાં 5.024 કિમી, ભરથાણા ગામથી અબ્રામા રોડ 3.270 કિમી, ખડસદ રોડથી સણિયા હેમાદ ગામ 2.250 કિમી અને સણિયા હેમાદગામ થી સુરત કડોદરા રોડ 2.40 કિમી મળી કુલ 12.944 લંબાઈના આઉટર રિંગરોડ તેમજ રૂપિયા 179.31 કરોડના ખર્ચે તાપી નદીપરના નવનિર્મિત 1.65 કિમી લંબાઈના રિવરબ્રિજનું લોકાર્પણ કરાશે.
સુરત શહેરી વિકાસ સતામંડળના કુલ રૂપિયા 20.66 કરોડના ખર્ચે 13 કામોનું લોકાર્પણ કરાશે
રૂપિયા ૩.૮૮ કરોડના ખર્ચે ભાણોદરા ખાતે ફોરલેન ઈન્ટર મિડિએટ લેન ટી.પી રસ્તો, રૂપિયા 2.66 કરોડના ખર્ચે ખોલવડ-ભાદા તથા રૂપિયા 2.41 કરોડના ખર્ચે નવાગામ ખાતે સુરત અર્બન ડેવલોપમેન્ટ અથોરિટી એરિયા, રૂપિયા 2.11 કરોડના ખર્ચે ભાણોદરા ખાતે ફોરલેન ઈન્ટર મિડિએટ લેન ટી.પી રસ્તો, રૂપિયા 1.52 કરોડના ખર્ચે કરડવાગામના સિદ્ધાર્થનગરથી ડીંડોલી ખરવાસા સુધીનો રસ્તો, રૂપિયા 1.93 કરોડના ખર્ચે નવાગામ-વાવ ખાતે અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી એરિયા, રૂપિયા 1.33 કરોડના ખર્ચે ઓલપાડ સારોલી ડાયવર્ઝન, રૂપિયા 1.06 કરોડના ખર્ચે ખોલવડ, રૂપિયા 1 કરોડના ખર્ચે ખોલવડ-ભાદા, રૂપિયા 96 લાખના ખર્ચે ખોલવડ-ભાદા, રૂપિયા 72 લાખના ખર્ચે નવાગામ-વાવ,રૂપિયા 58 લાખના ખર્ચે ખોલવડ-ભાદા અને રૂપિયા 50 લાખના ખર્ચે ખોલવડ ખાતે સુરત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી એરિયાના કામો સહિતના કુલ રૂપિયા 20.66 કરોડના ખર્ચે 13 કામોનું લોકાર્પણ કરાશે.












Click it and Unblock the Notifications
