People Reaction: ગુજ્જુઓના મોઢે જાણો નોટ બદલવાની મુશ્કેલી

Posted By:
Subscribe to Oneindia News

મંગળવારે પીએમની જાહેરાત બાદ જૂની 500 અને 1000 રૂપિયાની નોટ રદ્દ થઇ ગઇ છે. ત્યારે આજથી બેંકમાં નવી 500 અને 2000 રૂપિયાની નોટ મળવા લાગી છે. પણ તેમાં પણ લાંબી લાઇનો લોકોની પરેશાનીનું કારણ બની છે. ત્યારે ગુજરાતી વનઇન્ડિયાની રિપોર્ટર માનસી પટેલે સરકારના આ નિર્ણય માટે લોકોનો શું પ્રતિભાવ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.

Read Also: 500 અને 1000 રૂપિયાની નોટ બદલવા બેંક જાવ છો? આ જરૂર વાંચો

500 તથા 1000ની નોટ બદલાવવાથી લોકોને ભારે મુશ્કેલી થઇ રહી છે. જ્યાં કેટલાક લોકોએ આ નિર્ણયને આવકાર્યો છે તો કેટલાક લોકોએ આ નિર્ણયને નકાર્યો છે. ત્યારે 500 અને 1000 રૂપિયાની નોટ સરકાર દ્વારા અચાનક જ બંધ થઇ જતા સામાન્ય લોકોને કેવી કેવી મુશ્કેલી પડી તે જાણો તેમની જ જૂબાની અહીં....

Read Also: Photos: બેંક ખુલતા જ સર્જાયા કહીં ખુશી કહી ગમના દ્રશ્યો

ગામડાના લોકો માટે આ નોટો નક્કામી થઈ ગઈ છે: આશા

ગામડાના લોકો માટે આ નોટો નક્કામી થઈ ગઈ છે: આશા

મૂળ અમદાવાદના રહેવાસી તેવા આશા ઠાકર, જે હાલ વઢવાણ હતા ત્યારે આ નિર્ણય જાહેર થયો હતો. પોતાના અનુભવ જણાવતા એડવોકેટ આશાબેન કહ્યું કે" મારા વઢવાણના ઘરે બે દિવસ પહેલા યજ્ઞ હત. મારે તમામ પેમેન્ટ કરવા છે, પરંતુ નાના સિટીમાં લોકો 500 અને 1000ની નોટ લઈ નથી રહ્યા. અહી બેંક પણ સીમિત છે. કદાચ હું અમદાવાદમાં હોત તો મારે આ પ્રશ્ન ન થાત. સરકારનો નિર્ણય કાળા નાણા બાબતે આ નિર્ણય સારો છે. પરંતુ અચાનક આ રીતે જાહેર કરતા નાના સિટીમાં તો લોકો એવું જ માની બેઠા છે કે હવે આ નોટો નક્કામી થઈ ગઈ છે. લોકોમાં આ બદલાવ મુદ્દે જાગૃતિ આણીને નોટો રદ કરી હોત તો વધારે સારું થાત.

કાર્ડથી જ ખાવાનું બિલ ચૂકવવું પડે છે યંગસ્ટર માટે છે આ મુશ્કેલી

કાર્ડથી જ ખાવાનું બિલ ચૂકવવું પડે છે યંગસ્ટર માટે છે આ મુશ્કેલી

સુરતના ચિંકેશ મોદી આ અંગે પોતાના અનુભવ જણાવતા કહ્યું કે "સરકારનું આ ડીસીઝન સારું છે પણ જે રીતે પેટ્રોલ અને અન્ય ખરીદીમાં તકલીફ થઈ તે જોતા હેરાનગતિ વધારે લાગી. હવે જ્યારે બેંકમાંથી નાણા મળશે ત્યારે જ રાહત થશે, કારણ કે અમારા જેવા યુવાનોને જો સ્ટ્રીટ ફૂડ લેવું હોય કે ખરીદી કરવી હોય તો તે હાલ પૂરતું ન થઈ શકે. અમારે તે માટે મોટી હોટેલમાં કાર્ડથી બિલ ચૂકવવું પડી રહ્યું છે. "

હું જોબ કરું છે, લાઇનો કેવી રીતે કલાકો ઊભી રહું: વર્તિકા

હું જોબ કરું છે, લાઇનો કેવી રીતે કલાકો ઊભી રહું: વર્તિકા

મોટેરાની વર્તિકા દવેએ આ નિર્ણયને વખાણ્યો પણ સાથે જ કહ્યું કે "કાળા નાણા પર પ્રતિબંધ માટે આ નિર્ણય સારો છે. પરંતુ અચનાક 500 તથા 1000ની નોટ બંધ કરતા, ઘણી સમસ્યા સર્જાઈ છે. મારો દીકરો માંદો હતો તો હોસ્પિટલવાળાએ 500 તથા 1000ની નોટ ન લીધી, તેઓ તો લઈ જ શકતા હતા!, જો મારી પાસે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ના હોત, તો મારુ કામ અટકી ગયું, હું જોબ કરું છું હવે સમય મળશે ત્યારે બેંકની લાંબી લાઇનોમાં ઉભા રહીને પણ મારે કરન્સી બદલાવવી જ પડશે તો જ મારું કામ ચાલશે"

જેથી પાસે કાળુ નાણું છે તેને તકલીફ: કૃતિકા

જેથી પાસે કાળુ નાણું છે તેને તકલીફ: કૃતિકા

અમદાવાદ, ચાંદખેડાની કૃતિકા શ્રીવાસ્તવનું કહેવું છે કે "મેં આટલા દિવસ દરમિયાન તમામ ખરીદી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી કરી, વળી હું ઓનલાઇન શોપિંગ પણ કરી શકતી હતી એટલે મને વાંધો ન આવ્યો. જો કે આ નિર્ણયથી જેની પાસે વધારે નોટો અથવા તો કાળું નાણું છે તેને તકલીફો પડશે. જો કે હવે બેંકો પાસે જે રીતે લાઇનો લાગી છે તે જોતા એમ લાગે છે કે ઝડપથી સમસ્યા ઉકેલાય તો સારું!"

બ્લેક મની માટેની આ વ્યવસ્થાથી કોઈ ફાયદો નથી: અભિલાષ

બ્લેક મની માટેની આ વ્યવસ્થાથી કોઈ ફાયદો નથી: અભિલાષ

જૂનાગઢના અભિલાષ પિલ્લાઈ આ નિર્ણયને વખોડતા કહ્યું કે "મને તો બ્લેક મની માટેની આ વ્યવસ્થાથી કોઈ ફાયદો નથી જણાતો. જમીન, સોનાની ખરીદીમાં લોકો કાળું નાણું વાપરશે. તેથી આ વ્યવસ્થાથી સામાન્ય લોકોને હેરાનગતિ થશે. જેની પાસે કાળું નાણું છે તેઓ તો કોઈ બીજો વિકલ્પ અપનાવશે. હું બેંકમાં ગયો અને મને ત્યાંથી 2000ની નોટ મળી પંરતુ 2000ના છૂટી 100-100ની નોટો ક્યાંથી લાવવી. એ પણ તો ઉપલબ્ધ કરાવવી જોઈએ ને?"

English summary
Gujarati People Reaction on 500 and 1000 rs currency ban. Read here their problem and their issue on it.
Please Wait while comments are loading...