અમરનાથમાં 52 યાત્રીઓને બચાવનાર ડ્રાઇવરને મળ્યો આ પુરસ્કાર

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતથી અમરનાથમાં યાત્રા કરવા ગયેલા 52 યાત્રીઓની બસ પર થયેલા આતંકી હુમલાની વાત હવે સૌ કોઇ જાણે છે. આ હુમલામાં આતંકીઓ વચ્ચે ફસાયેલા ડ્રાઇવરની બાહદૂરીને આ વખતે પ્રજાસત્તાક દિવસે ખાસ સન્માનિત કરવામાં આ વશે. ગુજરાતની આ બસના ડ્રાઇવર શેખ સલીમ ગફૂરને પોતાની સમજદારી અને હિંમત માટે દેશનો બીજો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર આપવામાં આવશે. કેન્દ્ર સરકારે ગુરુવારે 13 લોકોને ઉત્તમ જીવન રક્ષા પદક સન્માન આપવાની જાહેરાત કરી હતી. જેમાં ડ્રાઇવર શેખ સલીમ ગફૂરનું નામ ટોપ પર હતું.

salim bhai driver

નોંધનીય છે કે દર વર્ષે 26 જાન્યુઆરી પહેલા ગૃહ મંત્રાલય તરફથી જીવન રક્ષા પદક વીરતા માટે નાગરિકોના નામની સૂચિ જાહેર કરવામાં આવે છચે. આ વખતે જાહેર થયેલી આ સૂચિમાં સલીમભાઇનું નામ પણ તેમના અદ્ધભૂત સહાસને જોતા જોડવામાં આવ્યું છે. નોંધનીય છે કે દેશના નાગરિકોને આપવામાં આવતું આ બીજું સર્વોચ્ચ સન્માન છે.

ઉલ્લેખનીય છે કે 10 જુલાઇ 2017ના રોજ જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રીઓને લઇ જતી એક બસ પર આંતકીઓએ હુમલો કરીને અંધાધૂન ગોળીઓ વરસાવી હતી. આ સમયે જો ડરીને સલીમભાઇએ બસ થોભી દીધી હોત તો અનેક લોકોની જાન જાત. પણ આતંકી હુમલા છતાં સલીમ ભાઇ બસ ભગાવી મારી અને બસમાં સવાર અનેક લોકોના પ્રાણ બચાવ્યા. નોંધનીય છે કે આ ઘટનામાં સાત તીર્થયાત્રીઓની મોત થઇ છે. અને 14 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. નોંધનીય છે કે આ માટે ગુજરાત સરકારે પહેલા જ તેમનું સન્માન કર્યું હતું અને તેમને કેન્દ્રીય વીરતા પુરસ્કાર પણ મળે તે માટે પ્રયાસ કરવાની વાત ઉચ્ચારી હતી.

English summary
Gujrati Bus Driver Who Saved 52 Amarnath Pilgrims Gets Second Highest Gallantry Award of nation.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.