• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમદાવાદનો 605મો બર્થ ડે; શું તમે જોઇ છે A'badની આ ભવ્યતા?

|

તમે અમદાવાદમાં પાછલા કેટલા વર્ષોથી રહો છો? 5-10-25. આ વર્ષોમાં તમે અમદાવાદની કંઇ કંઇ જગ્યાએ ફર્યા છે? તમે કહેશો કાંકરીયા, લો ગાર્ડન, રિવર ફ્રન્ટ, ગાંધી આશ્રમ બધુ જોઇ લીધુ છે. પણ આજે અમે તમને અમદાવાદની તેવી જગ્યાઓની સફર કરાવાના છીએ. જે મોર્ડન અમદાવાદ નથી પણ છે જૂનું અમદાવાદ.

આજ કાલ આ જૂના અમદાવાદને જોવા કોઇ આવતું નથી! લોકોને સરખેજ અને સેટલાઇટની ચમક ઝમક ગમી ગઇ છે કે પૂછો ના વાત! મોટા રસ્તા, મોટી હોટેલે તે છોડીને કોણ આટલે સુધી લાંબુ થાય. એટલું જ નહીં ધણા લોકો અમદાવાદમાં વર્ષોથી રહેતા હશે પણ તેમને ભાગ્યે જ સરખેજના રોઝા કે પછી અમદાવાદની પોળની હવેલીઓની ભવ્યતાની નરી આંખે જોઇ હશે.

ઇ.સ 1411માં કર્ણાવતીને અમદાવાદ બનાવનાર બાદશાહ અહેમદશાહના અમદાવાદનો આજે 605માં હેપ્પી વાળો બર્થ ડે છે. ત્યારે આજે સવારથી ટ્વીટર પર #હુંઅમદાવાદછું વાળો ટ્રેન્ડ પણ ચાલે છે. ત્યારે જો તમે અમદાવાદમાં રહેતા હોવ તો આ રવિવારે જરા એક વાર આ જૂના અમદાવાદ અને તેના ભવ્યતાની ખબર કાઢી આવજો. તેમને ગમશે!

અને ત્યાં જાવનું વિચારતા જ હોવ તો મારી પાસે કેટલાક સારા આઇડિયા છે. ભવ્ય અમદાવાદની ભવ્યતાને યુનિક રીતે માણવાના. આ રવિવારે સેટેલાઇટની અને સરખેજને માણવાના બદલે જરા કમસ કસીને સ્કૂટર પર આ જૂના અમદાવાદની આ કૂંજ ગલીઓ અને આ ભવ્ય ઇમારતો જોઇ આવો. અને જ્યારે ત્યાં જશોને તો તમને જરૂરથી લાગશે કે ખરેખરમાં મારું અમદાવાદ તો છે જ ભવ્ય! તો આ રવિવારે નીચે માંથી કેટલીક જગ્યા જવાનો ટાર્ગેટ બનાવો અને તે સાથે જ જાણી લો અમદાવાદ તે ભવ્ય ઇતિહાસને...

જૂનુ અમદાવાદ

જૂનુ અમદાવાદ

બ્રીજની પેલી બાજુ રહેતા લોકોને એક વાર તો જૂના અમદાવાદ અને તેની પોળોની મુલાકાત લેવી જ રહી. ચાલીને કે રીક્ષા કરીને તમે આ એરિયા કવર કરી શકો છો.

ઝવેરચંદ મેધાણીનું ઘર

ઝવેરચંદ મેધાણીનું ઘર

જૂના અમદાવાદમાં ગુજરાતના જાણીતા સાહિત્યકાર અને કવિ ઝવેરચંદ મેધાણીનું ઘર આવ્યું છે. તે પોળ અને તેની આજુ બાજુની પોળ તમને અમદાવાદનો એક અલગ જ ચહેરો બતાવશે. લાકડાના દરવાજા, હવેલી, હવેલીની સુંદર અટારી અને તેની પર કરાયેલી બેનમૂન કોતરણી જોવાની મઝા જ કંઇક ખાસ છે.

સરખેઝના રોઝા

સરખેઝના રોઝા

સરખેઝના રોઝા તમને અમદાવાદની ભવ્યતા બતાવે છે. આ રોઝામાં પુરુષો સ્ત્રીઓ કોઇ પણ જઇ શકે છે. સૂફી સંત શેખ અહમદ ગંજબક્ષની દરગાહ તમામ ધર્માના લોકો માટે ખુલ્લી છે.

સ્થાપ્તયની દ્રષ્ટિએ બેનમૂન

સ્થાપ્તયની દ્રષ્ટિએ બેનમૂન

સરખેજના રોઝા સ્થાપ્તયની દ્રષ્ટિએ બેનમૂન છે. અહીં સુલતાન મહમંદ બેગડાની કબરમાં સરખેજના રોઝાના ભવ્ય ઇતિહાસ લખવામાં આવ્યો છે. જે આજના અમદાવાદના ભૂતકાળની ભવ્યત્યાને બેનમૂન રીતે વણાવે છે.

ગુંબજ

ગુંબજ

અહીં લગભગ 13 ગુંજબ આવેલા છે અને પિલ્લરો પર બનેલી દરગાહ અને સુંદર અટારી અને અટારીમાંથી દેખતા ખુલ્લી તળાવની જગ્યા તેના ભવ્ય ઇતિહાસને વર્ણાવે છે.

રાણીનો હઝીરો

રાણીનો હઝીરો

સામે જ રાણીનો હઝીરો આવેલો છે. ત્યાં પણ ચાલીને જઇ શકાય છે. અને તેની પણ ભવ્યતા અને છત પર દેખાતો વ્યૂ જોવા લાયક છે.

અડાલજની વાવ

અડાલજની વાવ

અડાલજની વાવને જૂના અમદાવાદમાં સામેલ કરવાના અનેક કારણો છે. તે કર્ણાવતી જે હવે અમદાવાદ છે તેની ભવ્યતાને વર્ણાવે છે. અને તેની સુંદરતા અને સ્થાપ્તયકળા ખરેખરમાં અદ્ધભૂત છે.

પાંચ માળની વાવ

પાંચ માળની વાવ

જરા વિચાર તો કરી જુઓ તે સમયમાં પાંચ માળની વાવ, તે પણ આટલી સુંદર કોતરણી સાથે અને આટલી ડિટેલિંગ સાથે કેવી રીતે કરી હશે!

જ્યાં રૂડીબાઇ તર્સ્યાને આપ્યું પાણી

જ્યાં રૂડીબાઇ તર્સ્યાને આપ્યું પાણી

અડાલજની વાવને રૂડીબાઇની વાવ પણ કહેવાય છે. વીરસંગ વાધેલાની પત્ની રૂડીબાઇ જ્યારે અહીં પસાર થઇ રહ્યા હતા ત્યારે આ વિસ્તારમાં પાણીની અછતને જોઇને તેમણે આ વાવ બનાવી હતી.

સ્થાપ્તનો અનમોલ ખજાનો

સ્થાપ્તનો અનમોલ ખજાનો

આ વાવ ચુનાના પથ્થરથી બની છે અને તેના હિંદુ મુસ્લિમ બન્ને સ્થાપ્તયકળા દેખાય છે. હાલમાં જ શાહરૂખ ખાનની ફિલ્મ રઇઝનું શુંટિંગ પણ અહીં થયું હતું.

50 ફૂટ ઊંડી

50 ફૂટ ઊંડી

વળી આ વાવના અંતમાં જે કૂવો છે તે 50 ફૂટ ઊંડો છે. અને તેની રચના એવી છે વાવાનું પાણી ભર તડકે ઓછામાં ઓછું બાષ્પીભવન થાય છે. જે આ વાવની ખાસિયત છે.

ત્રિશૂળ, વાઘ, ગણેશજી

ત્રિશૂળ, વાઘ, ગણેશજી

આ વાવના ગોખ અને અટારીમાં તમને ત્રિશૂળ, વાધ અને ગાગર સાથે ગણેજીના શિલ્પ દેખાય છે. અહીં આજે પણ કોળી અને ભીલ જાતિના નવ દંપતી લગ્ન પછી દર્શન કરવા આવે છે.

ચબૂતરો

ચબૂતરો

તમને ખબરે છે અમદાવાદ પહેલા તેના ચબૂતરા માટે ઓળખાતું હતું. જૂના અમદાવાદમાં અનેક જાણીતા ચબૂતરા આવ્યા છે.

કાળુપુર સ્વામિનાયારાણ મંદિર

કાળુપુર સ્વામિનાયારાણ મંદિર

અમદાવાદના જન્મ અને આ મંદિરનો જન્મ આસપાસ જ છે. આ મંદિરમાં કહેવાય છે કે પૂનમમાં દિવસે તમે જે માંગો તે મળે છે. પણ તેના ધાર્મિક મહત્વને બાદ કરી તો ગુજરાતમાં જૂની, અદ્ધભૂત અને સુંદર કોતરણી વાળી હવેલી જોવા મળવી મુશ્કેલ છે.

હવેલી

હવેલી

આમ પણ અમદાવાદમાં હવે બહુ થોડી હવેલીઓ છે જે આજે પણ તેના જૂના રૂઆવ સાથે ઊભી છે. ત્યારે જો તમને અમદાવાદની જૂની અસ્મિતા જોવા હોય તો આ મંદિરના આંગણામાં આવેલી મહિલા સાધુઓ અને પુરુષ સાધુઓની રહેવાની હવેલી જોવા જરૂરથી જજો.

દક્ષિણના મંદિરોથી પ્રેરણા

દક્ષિણના મંદિરોથી પ્રેરણા

દક્ષિણના મંદિરોમાં તમને આવી રીતે રંગીન મૂર્તિઓથી સજેલા મંદિર જોવા મળશે પણ ગુજરાતમાં આવી પ્રકારના મંદિરોમાં જો કોઇ શ્રેષ્ઠ હોય તો તે છે સ્વામિનારાયણનું કાલુપુરવાળુ મંદિર.

English summary
Happy birthday ahmedabad 605 year old
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more