હાર્દિક પટેલ ઉદયપુરથી 15 દિવસ માટે હરિદ્વાર જવા રવાના
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ ઉદયપુરથી 15 દિવસ માટે હરિદ્વાર રવાના થયા છે...
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ ઉદયપુરથી 15 દિવસ માટે હરિદ્વાર રવાના થયા છે. હાર્દિક પટેલ હાલ ગુજરાત હાઈકોર્ટના જામીનની શરતોને આધીન ગુજરાત બહાર ઉદયપુરમાં છે.

જે અંતર્ગત તેણે હરિદ્વાર જવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે બદલ હાઈકોર્ટે હાર્દિકને હરિદ્વાર જવાની મંજૂરી આપી હતી. હાર્દિકનું હરિદ્વાર જતા રસ્તામાં કેટલાક ગુર્જર નેતાઓ અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાજસ્થાન હાઇકોર્ટે રાજસ્થાન સરકાર દ્વારા ગુર્જર સહિત ગડિયા, લુહાર, વણઝારા, રેબારી અને રાઇકા જીતિને આપવામાં આવેલો વિશેષ પછાત જાતિનો દરજ્જો આપતા 16 ઓક્ટોબર, 2015 ના જાહેરનામાને રદ કરી નાખ્યો છે. નોધનીય છે કે ગુજરાતના પાટીદારોએ પુરાવા તરીકે રાજસ્થાનમાં વસુંધરા રાજે એ ગુર્જરોને આપેલી અનામત રજૂ કરી હતી.












Click it and Unblock the Notifications
