Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હાર્દિકે પત્રકાર પરિષદમાં કહ્યું અમિત શાહના લીધે નથી બહાર આવ્યો!

હાર્દિક પટેલે મુક્ત થયા બાદ યોજેલી પત્રકાર પરિષ્દમાં જણાવ્યું હતું કે મેં એવી ચર્ચા સાંભળી હતી કે મને અમિત શાહના લીધે જામીન મળ્યા જો આ વાત સાચી હોય તો મને લાગે છે કે ન્યાયતંત્ર સંપૂર્ણપણે સ્વંત્ર નથી, પરંતુ વાત આમ નથી, ન્યાયનંત્ર દેશમાં સર્વોચ્ચ છે અને મને ન્યાયપ્રણાલીના લીધે જ જામીન મળ્યા છે કોઈની સરકારે મને જામીન આપ્યા નથી.

આ ઘટનામાં સત્યનો વિજય થયો છે અને આવનારા દિવસોમાં તમામ લોક અમને સહયોગ આપે, આજે સુરતમાં દલિતો, મુસ્લિમો, ઓબીસીએ અમને સહયોગ આપ્યો છે . અમને લાગશે કે લોકશાહીની હત્યા થઈ રહી છે ત્યાં અમે અમારો પક્ષ વચ્ચે રાખીશું. સરકારે માત્ર વગ્રવિગ્રહની વાત કરી છે તમામ પક્ષે અમને કહ્યું છે કે તમારી લડાઈ યોગ્ય છે. ત્યારે હાર્દિક પટેલ આ પત્રકાર પરિષદમાં અન્ય કયા મુદ્દા પર તેજાબી જવાબો આપ્યા તે વિષે વધુ વાંચો અહીં....

અમીત શાહ અને ભાજપ પર હાર્દિક

અમીત શાહ અને ભાજપ પર હાર્દિક

હાર્દિકે ઉમેર્યુ કે 9 મહિના દરમિયાન મારી સાથે મોટી વાતો કરવામાં આવતી હતી કે જો તમે આંદોલન બંધ કરશો તો બીજા દિવસે તમને જામીન આપશું, પંરતુ મારું આંદોલન માત્ર મારા સમાજ માટે છે ભાજપ, અમિત શાહ, કે આરએસએસ માટે નહીં.

ખેડૂતોનો દિકરો છું: હાર્દિક

ખેડૂતોનો દિકરો છું: હાર્દિક

હાર્દિકે પોતાની આખાબોલા સ્વભાવ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે "હું ખેડૂતનો દીકરો છું એવી વાતો થાય છે મને સારું સારું બોલતા નથી આવડતું. ગામના લોકો આ જ ભાષામાં બોલતા હોય છે."

2017માં ચૂંટણી અંગે

2017માં ચૂંટણી અંગે

હાર્દિકે ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી અંગે જણાવ્યું હતું કે એનસીપી કોંગ્રેસના લોકોએ સ્વાગત કર્યું મને ઘણું સારું લાગ્યું પરંતુ એ તો મારો સમાજ જ નક્કી કરશે કે મારે આગળ શું કરવું. હાર્દિકે ઉમેર્યું કે અમારા સમાજના 14 યુવાનોએ શહીદી વહોરી છે માટે સમાજ જ નક્કી કરશે કે અમારી તાકાત 2017માં બતાવવી કે નહીં.

જેલના અનુભવો

જેલના અનુભવો

હાર્દિક પટેલે પોતાન જેલના અનુભવો વિશે જણાવ્યુ કે "હું જેલમાં રહીને ઘણું શીખ્યો છું. મેં અનામત આંદોલન સમયના તમામ છાપા જેલમાં બેઠા બેઠા વાંચ્યા હતા જેથી મને ખબર પડી કે મેં ક્યાં ભૂલ કરી છે. હવે હું એ ભૂલનું પુનરાવર્તન નહીં કરું. જેલમાં હતો ત્યારે મેં મારી આસપાસના લોકો સાથે વાતો કરી, અને ઘણી વાતો જાણી, અત્યાર સુધી હું પુસ્તકો વાંચતો નહોતો, પરંતુ મેં જેલમાં ઘણા પુસ્તકો વાંચ્યા છે"

ચૂંટણી લડવા પર પ્રતિક્રિયા

ચૂંટણી લડવા પર પ્રતિક્રિયા

હાર્દિકે ચૂંટણી લડવા અંગે જણાવ્યુ હતું કે "હું 22 વર્ષનો છું અને હું ચૂંટણી લડવાનો નથી, મારે દેશભરમાં 28 કરોડ કુર્મીઓને મળવું છે, દેશની ભૌગૌલિક, રાજકીય તથા સામાજિક પરિસ્થિતિને જાણવી છે.

રાજદ્રોહ કેસ અને કનૈયા

રાજદ્રોહ કેસ અને કનૈયા

પાસ કન્વીનર હાર્દિક પટેલે કહ્યું "રાજદ્રોહના કેસમાં હું ઉંડો ઉતરવા માંગું છું અને જેએનયૂમાં કાયદાના વિષયમાં એડમિશન લઇને આગળ ભણવા માંગું છું કારણ કે જેએનયૂમાં દેશદ્રોહી લોકો છે. હું પણ ત્યાં જવા માંગુ છું"

માંના હાથના થેપલા

માંના હાથના થેપલા

હાર્દિકની માતાએ તેના માટે થેપલા અને વડા સહિતના ભોજન બનાવ્યા હતા. હાર્દિક વહેલી સવારે વીરમગામથી સારંગપુર જવા નીકળ્યા છે જોકે તેણે જણાવ્યું હતું કે મારી રણનીતિ હું જણાવીશ નહીં પરંતુ આગળના સમયમાં તે જોવા મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X