For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરમગામથી હાર્દિક પટેલ આગળ, જાણો શું કહે છે આંકડા?

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ આગળ વધી રહ્યુ છે તેમ તેમ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યુ છે. હવે ગુજરાતમાં બીજેપી ફરી એક વખત સરકાર બનાવતી નજર આવી રહી છે ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ આગળ ચાલી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ આગળ વધી રહ્યુ છે તેમ તેમ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યુ છે. હવે ગુજરાતમાં બીજેપી ફરી એક વખત સરકાર બનાવતી નજર આવી રહી છે ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ આગળ ચાલી રહ્યા છે.

hardik

સામે આવેલા આંકડા અનુસાર, વિરમગામ બેઠક પર ચાર રાઉન્ડની ગણતરી પુરી થઈ ગઈ છે અને હાર્દિક પટેલ આગળ ચાલી રહ્યા છે. વિરમગામથી હાર્દિક પટેલ 11000 મતથી આગળ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની કેટલીક હાઈપ્રોફાઈલ સીટોમાંથી એક વિરમગામ સીટ પર બીજેપી જીત તરફ આગળ વધી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, હાર્દિક પટેલની બીજેપીમાં એન્ટ્રી થતા મોટો વિવાદ થયો હતો. હાર્દિકની એન્ટ્રીને લઈને વિરમગામના સ્થાનિક નેતાઓ પણ નારાજ થયા હતા. ત્યારે હવે જે સમાચાર સામે આવી રહ્યા છે કંઈક અલગ ઈસારો કરી રહ્યો છે.

ગુજરાતમાં જેમ જેમ પરિણામ આગળ વધી રહ્યા છે તેને જોતા લાગી રહ્યુ છે કે, ગુજરાતમાં બીજેપી તેની સૌથી મોટી જીત તરફ આગળ વધી રહ્યુ છે. આ આંકડા પરિણામમાં બદલાશે તો કોંગ્રેસને વિચારવુ પડશે.

English summary
Hardik Patel ahead of Viramgam, know what the statistics say?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X