વડાલીમાં હાર્દિકે ખેડૂતોના મુદ્દે ભાજપ પર તાક્યું નિશાન

Subscribe to Oneindia News

સાબરકાંઠાના વડાલીમાં હાર્દિકે વિશાળ જનસભાને સંબોધી હતી અને આ ખેડૂત વેદના સંમેલનમાં હાર્દિકે કહ્યુ હતું કે વિરોધી ભાજપને પાડી દેવી જોઈએ. તેણે જગતના તાતને અન્નદાતા ગણાવી એક વીડિયો પણ તેના ફેસબુક પર શેર કર્યો હતો. આ સભામાં હાર્દિકે અમિત શાહ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા. અને ભાજપનું મિશન 150 મજાક બની ગયું છે તેમ પણ જણાવ્યું હતું.

Hardik Patel

ખેડૂત વેદના સંમેલનમાં હાર્દિકે આખરી ભાષામાં ભાજપ પર પ્રહાર કર્યો હતો જોકે હાર્દિકની દરેક સભામાં હાર્દિકને મળતા સમર્થનને જોઈને ભાજપમાં ચિંતા પેઠી છે. આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે હાર્દિકે જે રીતે ગામડાઓને ઘમરોળ્યા છે અને તેને જે રીતે જનસમર્થન મળી રહ્યું છે તે જોતા ભાજપને ગ્રામિણ વિસ્તારોમાં આકરી પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવી શક્યતા જોવા મળી રહી છે.  હાર્દિકે ખેડૂત વેદના સંમેલનને સંબોદતા જણાવ્યુ હતું કે જેમ ખેડૂતો જમીનને ફળદ્રુપ રાખવા પાક બદલતા હોય છે તેમજ રીઢી થઈ ગયેલી સરકારથી ગુજરાતને બચાવાવ હવે સરકાર પણ બદલવી પડશે.

English summary
Hardik Patel at Vadali : Here he raised Farmer issues. Read more here

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.