પીએમ મોદીના "મેં ભી ચોકીદાર" જવાબમાં હાર્દિક પટેલ બેરોજગાર થયા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા પીએમ મોદીએ શનિવારે "મેં ભી ચોકીદાર" કેમ્પેઇન શરુ કર્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા પીએમ મોદીએ શનિવારે "મેં ભી ચોકીદાર" કેમ્પેઇન શરુ કર્યું હતું. ત્યારપછી કેન્દ્રના મંત્રીઓ અને ભાજપા નેતાઓ સહીત તેમના સમર્થકો ઘ્વારા આ કેમ્પેઇનને વેગ આપવામાં આવ્યો. હવે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે તેનો જવાબ આપતા પોતાના નામની આગળ "બેરોજગાર" લગાવી દીધું છે. હાર્દિક પટેલ આ નવા નામ ઘ્વારા સરકારને બેરોજગારી મુદ્દે ઘેરવાનો પ્રત્યન કરી રહ્યા છે. સોશ્યિલ મીડિયા પર હાર્દિક પટેલની આ મુહિમ પર ચર્ચા થઇ રહી છે.

આ પણ વાંચો: ટાઈમ્સ નાઉ- VMR સર્વેઃ મોદી સરકારની ફરી વાપસી, NDAને મળશે પૂર્ણ બહુમત

"મેં ભી બેરોજગાર" કેમ્પેઇનની શરૂઆત

થોડા દિવસ પહેલા જ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાનાર હાર્દિક પટેલે સોમવારે મોદી સરકાર પર પ્રહાર કરતા એક મોટા મુદ્દાને પોતાના નામની આગળ જોડી દીધો છે. ટ્વિટર પર હાર્દિક પટેલે પોતાના નામની આગળ "બેરોજગાર" લગાવી દીધું છે. તેમને "મેં ભી બેરોજગાર" હેશટેગ સાથે રોજગારની માંગ કરી છે. તેની સાથે સાથે તેને કહ્યું છે કે દેશના યુવાઓ પોતાના નામની આગળ બેરોજગાર શબ્દ જોડે, જેથી ખબર પડે કે દેશમાં કેટલા બેરોજગાર છે.

ભાજપા લોકોને મુદ્દાથી ભટકાવી રહી છે

ભાજપા લોકોને મુદ્દાથી ભટકાવી રહી છે

હાર્દિક પટેલે કહ્યું કે સત્તામાં આવતા પહેલા ભાજપ સરકારે 2 કરોડ રોજગાર આપવાનું વચન આપ્યું હતું. પરંતુ ચૂંટણી નજીક આવતા તેઓ "ચોકીદાર" મુદ્દે લોકોને ભટકાવી રહી છે. તેના વિરોધમાં મેં બેરોજગાર અભિયાન ચલાવ્યું છે, તેનો ઉદેશ સરકારને તેમના વચન યાદ અપાવવાના છે.

પીએમ મોદીએ

પીએમ મોદીએ "મેં ભી ચોકીદાર" કેમ્પેઇન ચલાવ્યું હતું

આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધી રાફેલ ડીલ પર ઘોટાળાનો આરોપ લગાવતા "ચોકીદાર ચોર હૈ" સ્લોગન આપી રહ્યા છે. તેના જવાબમાં પીએમ મોદીએ "મેં ભી ચોકીદાર" કેમ્પેઇન લોન્ચ કર્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X