એકતા યાત્રા શરૂ કર્યા પહેલા જ હાર્દિક પટેલની કરાઇ અટકાયત

સુરતમાં પટેલ અનામતની માંગ કરી રહેલા હાર્દિક પટેલ અને તેમના 78 સમર્થકોની આજે સવારે અટકાયત કરવામાં આવી. નોંધનીય છે કે આજે સવારે 9 વાગ્યાથી તે માનગઢથી એકતા યાત્રાનો પ્રારંભ કરવાના હતા. હાર્દિક પટેલ માનગઢમાં આવી જેવી એકતા યાત્રા નીકાળવાની શરૂઆત કરી તેવા જ ત્યાં હાજર પોલિસે તેમની અને તેમના સમર્થકોની અટકાયત કરી.

જે બાદ હાર્દિક પટેલને વર્ક્ષા પોલિસ સ્ટેશન અને તે બાદ સુરત પોલિસ હેડક્વાર્ટર લઇ જવામાં આવ્યો. નોંધનીય છે કે હાર્દિકે, શુક્રવારે સાંજે આ રેલી નીકાળવા માટે જિલ્લા કલેક્ટરને અરજી કરી હતી. જેને કલેક્ટરે સુરક્ષા કારણોસર નામંજૂર કરી હતી. જે બાદ પણ હાર્દિક પટેલે આ રેલી નીકાળવાનો પોતાનો નિર્ણય અખર રાખત આજે આ યાત્રાની શરૂઆત કરતા જ પોલિસે તેની અને તેના સાથીદારોની અટકાયત કરી હતી.

hardik

નવસારીના જિલ્લા કલેક્ટર રમ્યા મોહન હિંસા અને વ્યવસ્થા ખોરાવાઇ જવાના ભયે આ રેલીને મંજૂરી નહતી આપી. ત્યારે હાર્દિકની ધરપકડ બાદ પોલિસે ચાંપતો બંદોવસ્ત આ સમગ્ર પથંકમાં કર્યો છે. જો કે રાજ્ય સરકારે હજી આ કારણોથી મોબાઇલ ઇન્ટરનેટ પર બંધ લગાવનો કોઇ નિર્ણય નથી કર્યો.

આજે સવારે માનગઢમાં સરદાર પટેલના પૂતળાને ફૂલહાર ચઢાવીને હાર્દિકે જય સરદારના નાદ સાથે આ યાત્રાની શરૂઆત તો કરી હતી. પણ પોલિસ દ્વારા તેની અટકાયત કરાતા આ આંદોલનના સહકન્વીનર નિખિલ સવાણીએ પણ હીરાબાગથી આ રેલી કાઢી હતી જેમની પણ પોલિસે અટકાયત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X