ઉમા-ખોડલ વિવાદ: હાર્દિકે કરી ખોડલઘામની મુલાકાત

Posted By:
Subscribe to Oneindia News

નોંધનીય છે કે હાલ ખોડલઘામમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. ત્યારે આ પ્રસંગે લેઉવા પટેલના કુળદેવી તેવા માં ખોડિયારના દર્શન પાસ કન્વીનર હાર્દિક પટેલે કર્યા હતા. શુક્રવારે વહેલી સવારે ખોડલઘામ પહોંચેલા હાર્દિકે આ અંગે સોશ્યલ મીડિયા પર પણ જ જણાવ્યું હતું. નોંધનીય છે કે હાલ ભલે હાર્દિક પટેલ રાજસ્થાનથી પરત ફર્યો હોય પણ ગુજરાતમાં તેની ગેરહાજરીના કારણે ક્યાંક ને ક્યાંક સમાજમાં બે ફાંટા પડી ગયા છે. જેને જોડવા હાર્દિક માટે લોઢાના ચણા ચાવવા સમાન થઇ રહ્યું છે.

હું પાટીદાર છું: હાર્દિક પટેલ

હું પાટીદાર છું: હાર્દિક પટેલ

હાર્દિક પટેલ ભલે તેમ કહેતો હોય કે તે લેઉવા કે કડવા નહીં પણ પાટીદાર છે. પણ વાત તે છે કેમ તેણે આ વાત યાદ કરાવવાની સમાજને જરૂર પડી? નોંધનીય છે કે હાલ થોડા સમય પહેલા જ ભાજપ સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલ સાથે અમારે શું લેવા દેવા. તે મારા સમાજનો નથી. જે બાદ હાર્દિકનું નિવેદન આવ્યું હતું કે તે પાટીદાર છે લેઉવા કે કડવા નહીં.

કડવા-લેઉવા

કડવા-લેઉવા

નોંધનીય છે કે હાર્દિક પટેલ કડવા પાટીદાર છે અને વિઠ્ઠલ રાદડિયા લેઉવા. આમ તો બન્ને પાટીદાર સમાજના જ લોકો છે પણ હંમેશાથી તેમની વચ્ચે મોટું કોણ? શ્રેષ્ઠ કોણ? તેવો વિવાદ ચાલતો રહેતો હોય છે. અને તે વાત પણ એટલી જ સાચી કે આ વિવાદ તેમણે પોતે ઊભો કર્યો છે. ત્યારે હાલ તેમની સ્થિતિ હાથે કર્યા હૈયે લાગ્યા જેવી છે. ક્યાંક આ વાતનો જ આડકતરો ઉપયોગ ભાગલા પાડોને રાજ કરોની નીતિ માટે કરવામાં આવ્યો છે.

માં ઉમા-ખોડલના સંતાન

માં ઉમા-ખોડલના સંતાન

નોંધનીય છે કે વિઠ્ઠલ રાદડિયાની આવી ટિપ્પણી બાદ સોશ્યલ મીડિયામાં હાર્દિક સમતે અનેક લોકોએ આપણે માં ઉમા-ખોડલના સંતાન છીએ તેવા અને અમે પાટીદાર છીએ લેઉવા કે કડવા નહીં તેવા મેસેજ વહેતા કર્યા હતા. બીજી તરફ તે વાત પણ ભૂલવી ના જોઇએ કે હાર્દિક પટેલ અને વિઠ્ઠલ રાદડિયાને હંમેશાથી 36નો આંકડો રહ્યો છે. આ પહેલા ક્યારે હાર્દિકે વિઠ્ઠલ રાદડિયાને સાઇડ લાઇન કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ક્યારેક વિઠ્ઠલ રાદડિયાએ હાર્દિકને.

હાર્દિક સામે પડકાર

હાર્દિક સામે પડકાર

નોંધનીય છે કે ઉદેયપુરથી હાર્દિક ગુજરાત આવી તો ગયો પણ તેની સામે હાલ અનેક પડકારો છે. નોંધનીય છે કે ગુરુવારે હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પણ મળ્યા હતા. અને તેમના હાલ ચાલ જાણવાનો પ્રયાસ કર્યો હતો. હાર્દિક ભલે હાલ પાટીદાર સમાજના યુવા નેતા તરીકે ઉભરી રહ્યો હોય પણ અનામત એક લાંબી પ્રક્રિયા છે. અને ત્યાં સુધી પહોંચવા અને ત્યાં સુધી તમામ લોકોને જોડી રાખવા તેટલું પણ સરળ નથી તે વાત હાર્દિક પણ સારી રીતે જાણે છે. ટૂંક સમયમાં જ તે લોકો ફરીથી પાટીદાર અનામત આંદોલનને તેજ કરશે. ત્યારે જોવાનું તે રહેશે કે હાર્દિકે કેવી રણનીતી અપનાવે છે...

English summary
Read here the new controversy on maa Uma-khodiyar which PAAS convener Hardik patel is facing right now.
Please Wait while comments are loading...