Exclusive: હાર્દિક પટેલ કરી શકે છે કોંગ્રેસને સમર્થન
હાર્દિક પટેલ સાથે વનઇન્ડિયાની વાતચીત. હાર્દિક પટેલનો જુકાવ વધારે કોંગ્રેસ તરફ જોવા મળ્યો. આ અંગે વધુ વાંચો અહીં.
પાસ(પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના લીડર હાર્દિક પટેલે વન ઇન્ડિયા સાથે કરેલી વાતચીતમાં આડકતરી રીતે કોંગ્રેસને સપોર્ટ કરવાના સ્પષ્ટ સંકેત આપ્યા હતા. કોંગ્રેસને સમર્થન આપવા મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ પાટીદાર સમાજ માટે હકારાત્મક હશે અને કોંગેસની સરકાર આવશે ત્યારે સમાજના હિત માટે કામ કરશે તો હાર્દિક પટેલ કોંગ્રેસને ચોક્કસ સમર્થન કરશે.

જો કે, સીધા સમર્થન આપવા અંગે તેમણે ના પાડી હતી. ત્યારે હાર્દિક પટેલના આ નિવેદન બાદ ભાજપની ચૂંટણીને લઈને ચિંતા વધી તેમ છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે અગાઉ અમદાવાદમાં રાહુલ ગાંધીની મુલાકાત દરમિયાન તારીખ 23 ઓક્ટોબરના રોજ એરપોર્ટ પાસે આવેલી ફાઈવ સ્ટાર હોટેલમાં મુલાકાત કરી હોવાના સીસીટીવી ફૂટેજ લીક થયા હતા. ત્યાર બાદ ઘણો વિવાદ પણ થયો હતો. એ પછીથી જ હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવાના હોવાની વાતોએ જોર પકડ્યું હતું. વર્તમાન સમયે પણ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે, પરંતુ કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 1 થી 3 નવેમ્બર સુધીની આ મુલાકાતમાં રાહુલ ગાંધી અને હાર્દિક પટેલની મુલાકાત શક્ય નથી.












Click it and Unblock the Notifications
