For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલે કચ્છમાં આતંકવાદી ધુસ્યા હોવાને કહ્યું નાટક!

હાર્દિક પટેલના રાજ્ય અને કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપ, રાજકોટ બોમ્બ અને આતંકી ધૂસ્યાને ગણાવ્યું સરકારનું નાટક. વધુ વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

પાસ કન્વીનર હાર્દિક પટેલે તેના અધિકૃત સોશ્યલ મીડિયા એકાઉન્ટ ફેસબુક અને ટ્વિટર પર એક પોસ્ટ લખી છે. જેમાં તેણે રાજકોટમાં બોમ્બ ફૂટવાની ખબર અને કચ્છમાં પાકિસ્તાનની આંતકવાદી ધુસ્યા હોવાની આઇ.બીના ઇનપુટને નાટક ગણાણ્યા છે. આ દ્વારા હાર્દિક પટેલે આડકતરી રીતે સરકાર પર સંગીન આરોપ મૂક્યો છે. જે મુજબ તેનું કહેવું છે કે આવા ખોટા નાટક કરીને ગુજરાતના વિવિધ સળગતા મુદ્દાઓ પરથી પ્રજાનું ધ્યાન બીજે દોરવામાં આવી રહ્યું છે.

hardik patel

નોંધનીય છે કે હાલ થોડા સમય પહેલા જ રાજકોટમાં એક વિનાશકારી બોમ્બને ડિફ્યૂઝ કરવામાં આવ્યો હતો. 14 ફેબ્રુઆરીના રોજ રાજકોટના એક રહેણાંક વિસ્તારમાંથી આ લાઇવ બોમ્બ મળી આવ્યો હતો. જેણે ભારે જહેમત બાદ નિષ્ક્રીય કરવાામાં આવ્યો હતો. તો સામે પક્ષે હાલમાં જ ગુપ્તચર સંસ્થાએ તેવા ઇનપુટ આપ્યા છે પાકિસ્તાનથી વિસ્ફોટ પદાર્થો લઇને કચ્છની બોર્ડરથી એક સંદિગ્ધ વ્યક્ત ગુજરાતમાં દાખલ થયો છે. જેના પગલે હાલ ગુજરાત પોલીસ સધન તપાસ કરી રહી છે.

ત્યારે હાર્દિક પટેલે તેની પોસ્ટમાં આ બન્ને વાતોને ભાજપ સરકારનું નાટક ગણાવ્યા છે. એટલું જ નહીં તેણે હિંદુ-મુસ્લિમ લોકોને પણ સાવધાન થવાનું કહ્યું છે. અને જણાવ્યું છે કે આ લોકો ધ્યાન ભટકાવવા માટે હિંદુ મુસ્લિમ વચ્ચે કોમી તોફાનો પણ કરી શકે છે. નોંધનીય છે કે હાર્દિક પટેલ આ પોસ્ટમાં ખાલી નોટંકીબાજો લખી આડકતરી રીતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બન્ને પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે.

English summary
Hardik patel post on social media blame Gujarat government for this. Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X