હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલનું કોરોનાવાયરસથી નિધન

હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલનું કોરોનાવાયરસથી નિધન

સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસે કેર મચાવી રાખ્યો છે. દેશભરમાં દરરોજ લાખોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે અને હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા છે. આ સિલસિલામાં પાટીદાર નેતા હાર્દિક પટેલને જબરો આઘાત લાગ્યો છે. હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલનું કોરોનાથી નિધન થયું છે.

bharatbhai patel

હાર્દિક પટેલ પણ કોરોના પોઝિટિવ હતો, તેમના પિતા ભરતભાઈને પણ કોરોના થયો હતો. યુએન મહેતા હોસ્પિટલમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. આ દરમ્યાન હ્રદય બંધ પડી જવાના કારણે ભરતભાઈ પટેલનું નિધન થયું છે.

અમિત ચાવડાએ ટ્વીટ કર્યું કે, "ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અમારા સાથી હાર્દિક પટેલના પિતા શ્રી ભરતભાઈ પટેલના નિધનના દુખદ સમાચાર છે. ઈશ્વર દિવંગત આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ આઘાત સહવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું."

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ટેલિફોનિક વાત કરી હાર્દિક પટેલ અને તેના પરિવારને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો.

9મી મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 4,03,738 નવા કેસ નોંધાયા છે. 4092 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલ દેશભરમાં સંક્રમિતોની સંખ્યા 2 કરોડ 22 લાખ 96 હજાર 414 થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X