હાર્દિક પટેલે આપ્યો ચૂંટણી લડવા મામલે કોંગ્રેસને જવાબ

Posted By:
Subscribe to Oneindia News

પાસ કન્વીનર હાર્દિક પટેલે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ટિકિટની ઓફરનો અસ્વીકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે શનિવારે કોંગ્રેસ પ્રમુખ ભરત સિંહ સોલંકીએ એક પ્રેસ કોન્ફર્ન્સ કરીને હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીને અધિકૃત રીતે કોંગ્રેસમાં જોડાવાની ઓફર કરી હતી. સાથે જ ચૂંટણી વખતે એક એક ટિકિટ આપવાની વાત પણ કરી હતી. વધુમાં કોંગ્રેસે પાસ કન્વીનરોને ચૂંટણી સમયે કોંગ્રેસને સહયોગ આપવાની વાત પણ કરી હતી. તેના જવાબમાં હાર્દિક પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસને નનૈયો ભણ્યો છે. હાર્દિકે કહ્યું છે કે તેને ચૂંટણી નથી લડવી અને ચૂંટણી લડવામાં તેનો કોઇ સ્વાર્થ પણ નથી. હાર્દિકે જણાવ્યું કે ખાલી અમને અમારો અધિકાર જોઇએ છીએ. અમે ખાલી ન્યાય અને અહંકાર સામે લડી રહ્યા છીએ.

hardik patel

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ચૂંટણી લડવા મામલે હાર્દિકે ના પાડી હતી. જો કે કેટલાક પાસ કન્વીનરોને ટિકિટ આપવા મામલે કોંગ્રેસને ઓફર થઇ હતી તેવી ચર્ચા વચ્ચે સાંભળવા મળી હતી. જો કે ભલે હાર્દિક પટેલ સીધી રીતે ચૂંટણીમાં ના ઉતરે પણ જો પાટીદારો કોંગ્રેસના સમર્થનમાં પણ ઉતરે અને આ ચૂંટણીમાં કોંગ્રેસને મતદાન પણ કરે તો પણ ભાજપને મોટું નુક્શાન થઇ શકે છે. ત્યારે શું હાર્દિકે ચૂંટણી ના લડીને પણ કોંગ્રેસની સમક્ષ પોતાનું સમર્થન જાહેર કરે છે કેમ તે હવે જોવું રહ્યું.

English summary
Hardik Patel's reply on congress ticket offers in Assembly election 2017.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.