For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલનો 'ભગવો' અવતાર! વોટ્સએપ બાયોમાંથી કોંગ્રેસ ગાયબ

રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે દુશ્મન નથી હોતું. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, અહીં લોકો પોતાના સ્વાર્થ અને નફા-નુકસાનના આધારે એકબીજાને મળે છે અથવા અલગ પડે છે.

|
Google Oneindia Gujarati News

રાજકારણમાં કોઈ કાયમી મિત્ર કે દુશ્મન નથી હોતું. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે, અહીં લોકો પોતાના સ્વાર્થ અને નફા-નુકસાનના આધારે એકબીજાને મળે છે અથવા અલગ પડે છે. ઘણી વખત ગઠબંધન ધર્મની મજબૂરીને ટાંકીને આવા સંબંધોમાં ઉતાર-ચઢાવ આવે છે. આવી પરિસ્થિતિમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા હાર્દિક પટેલને લઈને અનેક અટકળો ચાલી રહી છે.

શું હાર્દિક કોંગ્રેસ છોડશે?

શું હાર્દિક કોંગ્રેસ છોડશે?

વાસ્તવમાં અમદાવાદની રાજકીય ગલીઓમાં અટકળોનો દોર ઉંચો છે. આવી સ્થિતિમાં મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે, શું હાર્દિક પટેલ ટૂંક સમયમાં કોંગ્રેસ છોડીનેભારતીય જનતા પાર્ટીમાં જોડાશે? વોટ્સએપ પર પોસ્ટ કરાયેલા તેના નવા ફોટાને લઈને અટકળોએ જોર પકડ્યું છે.

વોટ્સએપના નવા ડિસ્પ્લે પિક્ચરમાં હાર્દિક પટેલકેસરી ગમછો પહેરેલો જોવા મળી રહ્યો છે. હાર્દિક પટેલે વોટ્સએપ સાથે ટેલિગ્રામનો ડિસ્પ્લે ફોટો બદલ્યો છે.

પોતને ગણાવી રહ્યા છે રામ ભક્ત

પોતને ગણાવી રહ્યા છે રામ ભક્ત

ઉલ્લેખીય છે કે, આ પહેલીવાર નથી, જ્યારે હાર્દિક પટેલના પક્ષ બદલવાના સમાચારે જોર પકડ્યું હોય. હાર્દિક પટેલ હાલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ છે, પરંતુએવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી પાર્ટી હાઈકમાન્ડથી નારાજ છે. તેમણે ઘણી વખત ખુલ્લેઆમ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે.

તેમણેતો ત્યાં સુધી જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં તેમની હાલત એવી થઈ ગઈ છે કે, નવા વરની નસબંધી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક અહીં કહેવાનો પ્રયાસ કરી રહ્યોહતો કે, તેમની પાસે પાર્ટીમાં નિર્ણય લેવાની સત્તા નથી.

BJP ના કર્યા હતા વખાણ

BJP ના કર્યા હતા વખાણ

થોડા દિવસ પહેલા જ હાર્દિકે પણ પોતાને રામ ભક્ત ગણાવ્યો હતો. વાસ્તવમાં હાર્દિકે તેના પિતાના મૃત્યુ સંસ્કાર પર ચાર હજાર ભગવત ગીતા વહેંચવાની વાત કરીહતી. પછી તેણે એમ પણ જણાવ્યું હતું કે, અમે હિંદુ ધર્મના છીએ અને અમને હિંદુ હોવાનો ગર્વ છે. આવા સમયે તેઓ સ્થાનિક નેતૃત્વથી ખૂબ નારાજ છે. હાર્દિકે હાલમાંજ ભાજપના વખાણ પણ કર્યા હતા.

English summary
Hardik Patel's Saffron' Avatar! Congress disappears from WhatsApp bio.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X