For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાટીદારોનું ક્રાંતિ આંદોલન, દિવસભરના ઘટનાક્રમ પર એક નજર

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 25 ઓગસ્ટ: આજે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદારો દ્વારા અનામત માટે મહારેલી યોજાઇ રહી છે, જેને પગલે આખું અમદાવાદ કિલ્લામાં ફેરવાઇ ગયું છે. લાખોની સંખ્યામાં પાટીદારો અમદાવાદમાં ઉમટી આવશે તેના પગલે કોઇ અપ્રીય ઘટના ના સર્જાય તેના માટે આખા શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. રેલવે સ્ટેશનની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે, અમદાવાદમાં આવતા તમામ હાઇવે અને મુખ્ય માર્ગો પર પોલીસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આરપીએફની બે ટુકડી દિલ્હીથી અમદાવાદ આવી પહોંચી ગઇ છે.

hardik patel

પાટીદારોની રેલી પર ચાંપતી નજર
- 24 તારીખથી જ રાજ્યના ખૂણે ખૂણેથી પાટીદારો અમદાવાદ ખાતે આવવા લાગ્યા હતા.
- સવારે પાંચ વાગ્યાથી જ જીએમડીસી ગ્રાઉન્ડમાં પટેલો એકત્રિત થવા લાગ્યા.
- હાલમાં હજારોની સંખ્યામાં પાટીદારો જીએમડીસી ગ્રાઉન્ડ પર લાખોની જનમેદની ઉમટી રહી છે.
- મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પોતાના નિવાસસ્થાનેથી સમગ્ર રેલીનું મોનિટરિંગ કરી રહ્યા છે.

હાર્દિક પટેલનું તેજાબી ભાષણ
અનામત આંદોલનના આગેવાન હાર્દિક પટેલે જીએમડીસી ગ્રાઉન્ડ પર ઉપસ્થિત પાટીદારોની લાખોની જનમેદનીને સંબોધી હતી. યુવા નેતા હાર્દિક પટેલે મંચ પરથી તેજાબી ભાષણ કર્યું હતું. જેના મુખ્ય અંશો આ પ્રમાણે છે.

- હાર્દિક પટેલે નેશનલ મીડિયાને ધ્યાનમાં રાખી હિન્દીમાં કર્યું ભાષણ.
- અમે કોઇ અન્ય અનામતનો વિરોધ નથી કરી રહ્યા અમે માત્ર પાટીદાર સમાજ માટે અનામતની માંગ કરી રહ્યા છીએ.

- અમે અહીં કોઇ ભીખ માગવા માટે એકઠા નથી થયા અમે અત્રે અમારો હક માંગવા માટે એકઠા થયા છીએ, જો તે નહીં આપે તો અમે જબરદસ્તી લઇને રહીશું.
- સરકાર અમને ધુતકારીને આતંકાવાદ કે નક્સલવાદ પેદા ના કરે.
- પાટીદારોના દમ પર રાજ્ય સરકાર બની છે અને કેન્દ્રની સરકાર પણ બની છે, જો અમને અનામત ના મળ્યું તો આ સરકારોને ઉથલાવી દેવામાં વાર નહીં લાગે.
- આનંદીબેનને જવાબ આપતા જણાવ્યું કે સરદારના નામે રાજનીતિ ના કરી શકાય, હાર્દિક પટેલે સૌથી મોટું સ્ટેચ્યુ બનાવવાનું કહીને સરદારના નામે રાજનીતિ આપ કરી રહ્યા છો.
- અમે ઓબીસીમાં આવીને સૌનો સાથ સૌનો વિકાસ કરવા માંગીએ છીએ, સૌની સાથે બેસીને જમવા માંગીએ છીએ.
- બીજા રાજ્યોમાં પટેલોને અનામત મળે છે તો ગુજરાતમાં કેમ નહીં?

- કેસરી ટોપી એટલા માટે પહેરી છે કેમકે અમે રામના વંશ છીએ, ભાજપે કેસરી અમારામાંથી કોપી કર્યો છે.

- જો અનામત નહીં મળે તો દેશભરના પાટીદારો એકઠા થઇ જશે.
- ગુર્જરોએ પણ અમને સમર્થન આપ્યું છે.
- પાટીદારો પોતાનો અવાજ ત્યાં સુધી બુલંદ કરે કે ઓબામાને સંભળાય અને ઓબામાં ખુદ કહે આ પટેલોને અનામત આપી દોને ભાઇ.
- મને આંદોલન નહીં કરવા ઘણી ધમકીઓ પણ મળી પરંતુ હું ડગ્યો નહીં, કારણ કે હું મારા સમાજ માટે લડી રહ્યો હતો.

હાર્દિક પટેલે આંદોલનને આપ્યું ટ્વિસ્ટ
- હાર્દિક પટેલે અચાનક આંદોલનને વળાંક આપ્યો અને જણાવ્યું કે તેઓ ત્યાં સુધી ઉપવાસ કરશે જ્યા સુધી તેમના ફોઇબા(આનંદીબેન પટેલ) ખુદ જીએમડીસી ગ્રાઉન્ડ આવીને આવેદન નહીં સ્વીકારે.
- હાર્દિક પટેલે જીએમડીસી ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધીની રેલીનું આગમન કરાવ્યું.
- હાર્દિક પટેલ રેલીમાં સામેલ નહીં થાય તેઓ મંચ પર જ ઉપવાસ કરશે.

કલેક્ટર કચેરી સુધી કરી રેલી
- હાર્દિક પટેલની આગેવાની હેઠળ જીએમડીસી ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી પાટીદારોએ રેલીનું આયોજન કર્યું.
- હાર્દિક પટેલે કલેક્ટર કચેરીની બહાર ફરીથી લોકોનું સંબોધન કર્યું.
- કલેક્ટરને અરજીપત્ર સુપરત કર્યા બાદ હાર્દિક પટેલ પાછા જીએમસી ગ્રાઉન્ડ પર જઇને ઉપવાસ આંદોલન કરશે.

કેટલાક સ્થળોએ બની અપ્રીય ઘટનાઓ
- અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલ એક કોમર્સિયલ કોમ્લેક્સમાં ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી.
- પાલડીમાં દુકાનો બંધ કરાવા જતા પાટીદારો પર પોલીસે કર્યો લાઠીચાર્જ

વાડજમાં રેલી પર પત્થરમારો
- આખા શહેરમાં પાટીદારો અનામત માટે ક્રાંતિરેલ કરી રહ્યા હતા.
- નવા વાડજ વિસ્તારમાં રેલી નીકળતા રેલી પર અજાણ્યા ટોળાએ પત્થરમારો કર્યો હતો.
- જેને પગલે પગલે બંને જૂથો સામસામે આવી ગયા હતા.
- આ અથડામણમાં કોઇ જાનહાનિ થઇ નથી.
- જોકે માલસામાન અને વાહનોને નુકસાન થવા પામ્યું છે.
- પોલીસે તાત્કાલિક ઝંપલાવતા અને ટિયરગેસના સેલ છોડીને તેમજ લાઠીચાર્જ કરીને મામલો થાડે પાડ્યો હતો.

હાર્દિક પટેલની અટકાયત બાદ ગુજરાતમાં તંગદિલી
- પાટીદારના નેતા હાર્દિક પટેલની જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી પોલીસે ધરપકડ કરી લીધી છે.
- જેના પગલે રાજ્યમાં હિંસાની ઘટનાઓ વધી ગઇ છે.
- મહેસાણામાં ગૃહરાજ્ય પ્રધાન રજનીકાંત પટેલના ઘર પર પાટીદારોએ હુમલો કર્યો છે અને તેમના ઘરને આગ ચાંપી દેવાની બાતમી મળી રહી છે.
- રબારીકોલોની અને સીટીએમ વિસ્તારમાં બીઆરટીએસની બસોમાં તોડફોડ કરવામાં આવી હતી. જેના પગલે બીઆરટીએસ અને એએમટીએસે બસ સર્વિસને બંધ કરાવી દીધી છે.
- નાટકિય ઘટનાક્રમ બાદ હાર્દિક પટેલને વસ્ત્રાપુર પોલીસે મુક્ત કર્યો હતો.
- જામીન પર મુક્ત થયા બાદ હાર્દિક પટેલે મીડિયાને જણાવ્યું હતું કે તેઓ શાંતિપૂર્વક આંદોલનને ચલાવશે અને તેમના ઉપવાસ ચાલુ રહેશે.

English summary
Hardik Patel's Speech in Patidar Maha rally at GMDC ground in Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X