રાહુલ ગાંધીને મળ્યો હોત, તો સૌની સામે મળ્યો હોત: હાર્દિક પટેલ

Written By:
Subscribe to Oneindia News

સોમવારે રાત્રે પાસ કન્વીનર હાર્દિક પટેલ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સિક્રેટ મુલાકાત અંગે અનેક વાતો વહેતી થઇ હતી. અમદાવાદની જે હોટલમાં રાહુલ ગાંધી રોકાયા હતા, એ હોટલના સીસીટીવી ફૂટેજ અનુસાર હાર્દિક પટેલ પણ એ સમય દરમિયાન હોટલમાં હાજર હતા અને આથી આ બંનેએ બંધ બારણે મુલાકાત કરી હોવાની ખબરોએ જોર પકડ્યું છે. આ સમગ્ર મામલે હાર્દિક પટેલનું કહેવું છે કે, જો તેમને રાહુલ ગાંધીને મળવું જ હોત, તો લોકોની સામે મળ્યા હોત, આમ છુપાઇને નહીં. હાર્દિકે પટેલે કોંગ્રેસ નેતા અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હોવાની વાત સ્વીકારી છે, પરંતુ રાહુલ ગાંધી સાથે બેઠક થઇ હોવાની વાત નકારી છે.

hardik patel

હાર્દિક પટેલનું નિવેદન

હાર્દિક પટેલે ભાજપ પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ બંધારણીય અનામત આપવા તૈયાર છે. ભાજપ એ જવાબ આપે કે અશોક ગેહલોત સાથેના સીસીટીવી લીક કઇ રીતે થયા? ભાજપને દાંવ ઉંધો પડ્યો છે. નોટબંધીની વાત કરતા લોકો પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? રેશ્મા અને વરુણ પટેલ પર પ્રહારો કરતાં તેમણે કહ્યું કે, એ લોકો સમાજને તોડવાનું કામ કરી રહ્યાં છે. આ ઉપરાંત સોમવારે રાત્રે હાર્દિકે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, હું પાર્ટીનો નહીં, જનતાનો એજન્ટ છું. જનતા જ મારું ભવિષ્ય નક્કી કરશે. અમારી લડાઇ ચાલુ રહેશે. તો રેશ્મા પટેલે હાર્દિક પર આરોપ લગાવતાં કહ્યું હતું કે, હાર્દિકની પોલ ખુલી ગઇ છે, તેનું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે અને આમ છતાં તે રાહુલ ગાંધીને નહીં મળ્યા હોવાનું રટણ કરી રહ્યાં છે.

શું કહે છે સીસીટીવી ફૂટેજ?

સોશિયલ મીડિયા પર જે સીસીટીવી ફૂટેજ જોવા મળી રહ્યાં છે એ અનુસાર, હાર્દિક પટેલ રવિવારે રાત્રે 11.53એ હોટલમાં દાખલ થતા અને 12.22એ હોટલમાંથી બહાર નીકળતા જોવા મળે છે. બીજા વીડિયોમાં એ જ રાતે ફરી પાછા 1.53 કલાકે હાર્દિક હોટલમાં દાખલ થતા જોવા મળે છે અને ત્યાર બાદ સોમવારે સાંજે 4.14 કલાકે બહાર નીકળતા જોવા મળે છે.

English summary
Hardik Patel said, he had not met Congress VP Rahul Gandhi on Monday.
Please Wait while comments are loading...