હાર્દિક પટેલને હાઇકોર્ટે આપી ચેતવણી કહ્યું કાયદામાં રહો!
પટેલ આરક્ષણની માંગ કરી રહેલ હાર્દિક પટેલને આજે ભારે સુરક્ષા અને પોલિસ બંદોવસ્તની વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. નોંધનીય છે કે હાર્દિકના નાટકીય રીતે લાપત્તા થયા બાદ તેના વકીલ હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. અને હાઇકોર્ટમાં હૈબિયસ કાર્પસની અરજી નાંખી કેસ ચલાવાની માંગણી કરી હતી. જે પર આજે સુનવણી થઇ હતી.
ત્યારે ગુજરાત હાઇકોર્ટના જજને પણ હાર્દિકાના અપહરણની વાત ગળે ના ઉતરી હોય તેવું લાગતું હતું. વધુમાં કોર્ટે હાર્દિકના નિવેદનને લેખિતમાં લખાવી તેને ચિમકી આપતા કહ્યું કે તેણે કાયદાની મર્યાદામાં રહીને જ કાર્યવાહી કરવી જોઇએ. ત્યારે આ કેસની આગલી સુનવણી 29 સપ્ટેમ્બર થશે.
નોંધનીય છે કે આ સમગ્ર પ્રકરણમાં હાર્દિક પટેલ અને તેના વકીલનું કહેવું છે કે મંગળવાર રાતે પોલિસ દ્વારા જ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ રાજ્ય સરકાર અને ગુજરાત પોલિસ આ વાતનો જડમૂળેથી રદિયો આપી રહી છે. ત્યારે શું છે આ મામલો અને તેની પળે પળેની શું ખબર છે તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

હાર્દિકની કોર્ટમાં એન્ટ્રી
ભારે સુરક્ષા અને પોલિસ બંદોવસ્તની વચ્ચે હાર્દિક પટેલને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો. હાર્દિક તેના અપહરણની આખી વાત કોર્ટના જજ સામે રજૂ કરી અને કોર્ટે પણ તેના નિવેદન લેખિતમાં લખવાનું કહ્યું.

હાઇકોર્ટે હાર્દિકને આપી ચિમકી
કાયદાની દ્રષ્ટ્રિએ હાર્દિકના અપહરણ અને તે બાદ તેના મળી ગયાની વાત કોર્ટેને આ અંગે જાણ કરવાની રહે છે. જો કે તે વાતની અવગણના હાર્દિકના વકીલ અને હાર્દિક બન્ને કરી હતી. જેની નોંધ કોર્ટે લીધી હતી. કોર્ટે દ્વારા મનાઇ કરવા છતાં આ આખા મામલાને મીડિયા ફૂટેજ આપવા મામલે કોર્ટે રોષ વ્યક્ત કર્યો હતો.

કોર્ટની ટકોર
કોર્ટે સ્પષ્ટ ભાષામાં ટકોર કરી હતી કે ન્યાયતંત્રની મજાક ઉડાવનાર અને તેના નિયમોમાં ના રહેનારને સાંખી નહીં લેવાય. જો કે હાર્દિકના વકીલે હાર્દિક ધરપકડ ન કરવા અને તેને છૂટો કરવાની માંગ કોર્ટ સમક્ષ કરી હતી.

હાર્દિક પટેલ કોર્ટમાં હાજર થશે
હાઇકોર્ટમાં હાર્દિકના વકીલે હાર્દિક તરફથી હૈબિયસ કાર્પસની અરજી મૂકી હતી. જે બાદ આજે આ કેસની સુનવણી થવાની છે જે માટે આજે કોર્ટમાં હાર્દિક પટેલ તેના વકીલ સાથે હાજર રહેશે.

હાર્દિકથી અટક થઇ શકે છે
નોંધનીય છે કે ગુજરાત પોલિસે હાર્દિક પટેલ પર મંજૂર વગર સભા કરવા, ભડકાઉ ભાષણ આપવા અને સોશ્યલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરવાના આરોપો પહેલેથી જ ધડી રાખ્યા છે જે જોતા કોર્ટમાં હાર્દિકની હાજરી બાદ ગુજરાત પોલિસ તેની અટક કરી તેને નજરકેદ કરી શકે તેવી શક્યતા છે.

હાર્દિકનો અપહરણનો આરોપ
હાર્દિક પટેલ કાલે નાટકીય રીતે લાપત્તા થઇ ગયો હતો અને તે બાદ તેની ભાળ પણ મળી હતી. જો કે હાર્દિકનું કહેવું છે કે પોલિસ જેવા લાગતા લોકોએ તાનપુરથી તેનું અપહરણ કર્યું હતું અને તેને આંદોલન છોડી દેવાની નહીં તો જાનથી હાથ ગુમાવાની ધમકી પણ આપી હતી.

પોલિસ શું કહે છે
જો કે બીજી બાજુ રાજ્ય સરકાર અને અરવલ્લીની પોલિસ વારંવાર તે કહી રહી છે કે તેમણે હાર્દિક પટેલનું અપહરણ નથી કર્યું અને આ આખી વાત ઉપજાવી કાઢેલી છે.

શું હાર્દિક જુઠ્ઠું બોલે છે!
કેટલાક સુત્રોનું અને પોલિસનું માનવું છે કે હાર્દિક પટેલે અપહરણ વાળી વાત ઉપજાવી નાંખેલી છે. અને તે આ મામલે જુઠ્ઠું બોલે છે.

પાટીદારો માટે પેકેજ
જો કે આજે રાજ્ય સરકાર બિન અનામત વર્ગોના વિદ્યાર્થીઓ અને બેરોજગારો માટે કોઇ વૈકલ્પિક યોજનાની જાહેરાત કરવાના છે. જેનાથી પટેલોથી લઇને તમામ બિન અનામત વર્ગોના લોકોને ફાયદો મળી શકે છે. જે બાદ હાર્દિકના આંદોલનનું શું થશે તે જોવું જ રહ્યું.












Click it and Unblock the Notifications
