હાર્દિક પટેલે કહ્યું રાહુલ મારા નેતા નથી, પ્રિયંકા ગાંધી વિષે કહી આ વાત

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે કહ્યું કે તે રાહુલ ગાંધીને પોતાનો નેતા નથી માનતા. સાથે જ હાર્દિક પટેલ કહ્યું કે પ્રિયંકા ગાંધીને સક્રિય રાજનીતિમાં આવવું જોઇએ. પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવા નેતા તેવા હાર્દિક પટેલે અવનારી લોકસભાની ચૂંટણીમાં પણ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન હાર્દિક પટેલે કહ્યું કે હું હાર્દિક પટેલને વ્યક્તિગત સ્તરે પસંદ કરું છું. પણ હું તેમને નેતા નથી માનતો કારણ કે તે મારા નેતા નથી. વધુમાં પ્રિયંકા ગાંધીને રાજનીતિમાં આવવું જોઇએ તે મામલે પણ હાર્દિક પટેલે કહ્યું કે ગાંધી પરિવાર જોડે રાજનીતિનો સારો અનુભવ છે. અને તેવામાં જો પ્રિયંકા ગાંધી રાજનીતિમાં આવે છે તો તેમના રાજનૈતિક અનુભવનો ફાયદો લોકોને ચોક્કસથી થશે. સાથે જ આ પ્રસંગે હાર્દિક પટેલે લોકોને અપીલ કરી કે સારા લોકોએ રાજનીતિમાં આવવું જોઇએ તેમ નહીં થાય તો ખરાબ લોકો ખાલી ફોકટની મોજ કરતા રહેશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલે કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. અને ગુજરાતમાં કોંગ્રેસને 77 જેટલી બેઠકો મળી છે તેમાં હાર્દિક પટેલનો પણ મોટો ફાળો રહ્યો છે.

hardik patel

જો કે સાથે જ જાહેર મંચ પર હાર્દિક પટેલે તે વાત પણ સ્વીકારી કે તેમને ગર્લફ્રેન્ડ છે અને તે તેમના મિત્રો સાથે મળીને ફર્લ્ટ પણ કરે છે. વધુમાં હાર્દિક પટેલે કહ્યું કે તેમની ગર્લફ્રેન્ડ છે અને તે તેનાથી લગ્ન પણ કરશે. અને આ વાતમાં છુપાવવા જેવું કંઇ નથી. સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની મોટી બેઠકો પર જીત પર બોલતા હાર્દિક પટેલે જણાવ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસી પ્રતિનિધિઓને પૂરી સંખ્યામાં જોઇને મને ખુશી થાય છે અને હવે ગુજરાતના લોકોનો અવાજ પૂરા વિશ્વાસ સાથે તે લોકો ઉઠાવી રહ્યા છે. નોંધનીય છે કે લોકસભાની ચૂંટણી માટે હાર્દિક પટેલ ફરીથી સક્રિય થવા માટે પાટીદાર અનામત આંદોલનના સંગઠનને હાલ મજબૂત કરી રહ્યા છે. અને તેમાં જે નવા લોકો ઉમેરાયા છે તેની સાથે મળી આંદોલનને આગળ કંઇ દિશામાં લઇ જવું તે પર ચર્ચા વિચારણા કરી રહ્યા છે.

English summary
Hardik Patel says Rahul Gandhi is not my leader, want Priyanka to join politics Read more on this news here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.