હાર્દિક પટેલે કર્યું આત્મસમર્પણ, પણ પોલીસે ના કરી અરેસ્ટ

Posted By:
Subscribe to Oneindia News

હાર્દિક પટેલે સોમવારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આત્મસમર્પણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ પોલીસે તેની ધરપકડ કરવાની ના પાડતા તેને ત્યાંથી જવું પડ્યું હતું. નોંધનીય છે કે રીક્ષામાં લાલ ટીશર્ટ પહેરીને હાર્દિક પટેલ અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવ્યા હતા. આ સાથે જ પાસના અન્ય 13 કાર્યકર્તાઓ જે પણ આ કેસમાં સંડોવાયેલા છે. તે પણ હાર્દિક પટેલ સાથે ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર રહ્યા હતા. પણ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ આ કેસની તપાસ કરતા ઇન્ચાર્જ અધિકારી ત્યાં હાજર ન હોવાનું કહીને હાર્દિક પટેલની ધરપકડ કરવાની ના પાડી હતી.

hardik patel

Read also: હાર્દિક પટેલે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કર્યું આત્મસમર્પણ

જે બાદ હાર્દિક પટેલ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ઉપરથી હાર્દિકને પકડવાના આદેશ ના હોવાના કારણે આ બહાના હેઠળ તેની ધરપકડ કરવાનું ટાળવામાં આવ્યું હતું. નોંધનીય છે કે હાર્દિક પટેલ અને તેના 13 જેવા સાથીઓ પર અમદાવાદના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે તોડફોટ, રાયોટિંગ જેવા સગીન ગુના હેઠળ કેસ નોંધાવવામાં આવ્યો છે. હાર્દિકે આ અંગે મીડિયાને જણાવ્યું હતું કે આ કેસમાં તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે. અને આંદોલનને તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આ ઘટના ધીરે ધીરે રાજકીય રંગ લઇ રહી હોય તેવું લાગે છે.

English summary
Hardik patel surrendered but Police didn't arrest him, Read here why?
Please Wait while comments are loading...