હાર્દિક પટેલે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કર્યું આત્મસમર્પણ

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ ખાતે પાસ કન્વીનર હાર્દિક પટેલે આજે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. નોંધનીય છે કે હાર્દિક પટેલ પર અમદાવાદના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે તોડફોટ કરવા મામલે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં હાર્દિક સમેત લગભગ 60 જેટલા પાસ કાર્યકરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હાર્દિકે પોતાના આત્મસમર્પણ વખતે મીડિયાને જણાવ્યું હતું કે ભાજપના ઇશારે તેના પર આ બધુ થઇ રહ્યું છે. વધુમાં તેણે જણાવ્યું કે જનરલ ડાયર (અમિત શાહ) ગુજરાત આવે છે તે પહેલા આ તાજવીજ કરવામાં આવી છે. વધુમાં હાર્દિકે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ભાજપ દ્વારા કરાયેલા ખોટા કેસમાં તે હાજરી આપશે.

hardik patel

Read also:હાર્દિક પટેલે કર્યું આત્મસમર્પણ, પણ પોલીસે ના કરી અરેસ્ટ

નોંધનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પહોંચવા માટે હાર્દિક એક રીક્ષા કરીને આવ્યો હતો. જે જોતા હાજર મીડિયાને નવાઇ લાગી હતી. અમદાવાદના કોર્પોરેટરના કેસમાં હાર્દિક અને તેના અન્ય સાથીઓ પર કોર્પોરેટરના ઘરની તોડફોડ કરવા અને કોર્પોરેટરને જાનની મારી નાંખવાની ધમકી આપવા માટે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેના પગલે તેણે આ આત્મસર્મપણ કર્યું છે. તેવું હાર્દિકનું કહેવું હતું.

hardik police
English summary
Hardik Patel surrendered himself at Ahmedabad crime branch. Read here more on this news.
Please Wait while comments are loading...