ગોડસેના બદલે ભગતસિંહ જેવું બનવાનું પસંદ કર્યો એટલે કેસ થયો : હાર્દિક પટેલ

Written By:
Subscribe to Oneindia News

સોમવારે, અમદાવાદમાં રાજદ્રોહ કેસ મામલે સેશન્સ કોર્ટમાં હાજરી આપવા માટે પાસ નેતા હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં તેની ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી થવાની હતી. જો કે કોર્ટ રૂમમાં બેઠા-બેઠા જ હાર્દિકે એક પછી એક ટ્વીટ કરીને ભાજપ સરકાર પર ચાબખા માર્યા હતા. તેણે ટ્વિટ કરીને કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપની સરકાર ફરી બનતા, કોર્ટના ધક્કા વધી ગયા છે. જો હું ખરેખર આરોપી હોત તો હું જેલ અને કોર્ટના ચક્કરમાં નહીં, ભાજપમાં હોત. ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ રાખીશ કેમ કે સરકાર, પોલીસ અને પ્રશાસન પર તો વિશ્વાસ નથી રહ્યો. સાથે જ તેણે કહ્યું કે ભારતીય રાજકારણમાં હાલ વૃદ્ધ લોકોની જ બોલબાલા છે. અને ખૂબ જ ઓછા યુવા નેતાઓ રાજનીતિમાં આવે છે. કારણ કે ભારતની રાજનીતિનો માહોલ દિવસેને દિવસે બદલાઇ રહ્યો છે. અને સત્તાલાલચું લોકો રાજકારણમાં વધી રહ્યા છે. તેણે કહ્યું કે દેશના યુવાનો રાજનીતિમાં શોખ ધરાવે છે પણ દૂરથી જ બેસી તમાસો જુઓ છે અને બીજાનો વાંક નીકાળે છે અને તેને જઇને ઠીક કરતા ડરે છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી તેના અનામત આંદોલન માટે નવી પાસ સમિતિનું સર્જન કરી આંદોલનને ફરી શરૂ કર્યું છે. આ વખતને 2019ને ટાર્ગેટ કરીને શહેરી વિસ્તારોને પણ પ્રાધાન્ય આપ્યું છે. સાથે જ શિક્ષણ જગતથી લઇને ગુજરાતના વિવિધ પ્રશ્નો પર તે હાલ સોશ્યલ મીડિયા દ્વારા પોતાનો પ્રતિભાવ રજૂ કરીને ચર્ચામાં રહી રહ્યો છે. કોર્ટના ચક્કરો પછી હાર્દિકે ટ્વિટ કરી એક બીજું પણ મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે મેં ભગતસિંહ જેવું બનવાની વાત કરી તો મારી પર દેશદ્રોહ લગાવવામાં આવ્યો પણ જો હું ગોડસે બનવાની વાત કરતો તો મારી પર દેશદ્રોહ ના લાગતા. આમ હાર્દિકે આડકતરી રીતે આરએસએસને સંઘ પરિવારને ટાર્ગેટ કર્યો છે.

English summary
Hardik Patel : They put case on me because I wants to be like Bhagat singh and not Godse.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.