For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણીની ઘોષણા સાથે જ હાર્દિક પટેલે મોટું એલાન કર્યું

લોકસભા ચૂંટણી 2019 તારીખોની જાહેરાત સાથે જ ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ કોંગ્રેસમાં જોડાવવાની પુષ્ટિ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 તારીખોની જાહેરાત સાથે જ ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ કોંગ્રેસમાં જોડાવવાની પુષ્ટિ કરી દીધી છે. હાર્દિક પટેલે પોતાના ટ્વિટર હેન્ડલથી ટવિટ કરતા જણાવ્યું કે સમાજ અને દેશની સેવા કરવા, પોતાના ઇરાદાને આકાર આપવા માટે 12 માર્ચે રાહુલ ગાંધી અને બીજા વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાવવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો: અલ્પેશ ઠાકુરે જણાવ્યુ બે દિવસમાં કેમ પલટ્યો ભાજપમાં જવાનો નિર્ણય

125 કરોડ નાગરિકોની સેવા કરવા માટે આ પગલું ભર્યું

125 કરોડ નાગરિકોની સેવા કરવા માટે આ પગલું ભર્યું

હાર્દિક પટેલે ટવિટ કર્યું કે, "જો કોઈ કાનૂની સમસ્યા નહીં આવે અને પાર્ટી મને રાજનીતિના મેદાનમાં ઉતારવાનો નિર્ણય કરશે, તો હું પાર્ટીના નિર્ણયનું પાલન કરીશ. હું ભારતના 125 કરોડ નાગરિકોની સેવા કરવા માટે આ પગલું ભરી રહ્યો છું"

ભ્રષ્ટાચાર, બેરોજગારીથી મુક્તિ

ભ્રષ્ટાચાર, બેરોજગારીથી મુક્તિ

હાર્દિક પટેલે ચૂંટણી ઘોષણા પહેલા પણ ટવિટ કર્યું હતું, જેમાં તેમને લખ્યું હતું કે, "ચૂંટણી ઘોષણા પહેલા દેશની જનતા નક્કી કરી ચુકી છે કે આ વખતે તેમને પ્રચાર મંત્રી નહીં પરંતુ પ્રધાનમંત્રી જોઈએ છે અને દેશને ભ્રષ્ટાચાર, બેરોજગારી, આતંકવાદ, નક્સલવાદ અને ગરીબીથી મુક્તિ અપાવશે. ખેડૂતોને ન્યાય મળશે અને મહિલાઓને સમ્માન સાથે સુરક્ષા મળશે"

...તો હાર્દિક પટેલ ચૂંટણી નહીં લડી શકે

...તો હાર્દિક પટેલ ચૂંટણી નહીં લડી શકે

આપને જણાવી દઈએ કે જો પાટીદાર નેતા હાર્દિક પટેલને નીચલી અદાલત ઘ્વારા મળેલી સજા મામલે જો ગુજરાત હાઇકોર્ટ રાહત નહીં આપે તો તેઓ ચૂંટણી નહીં લડી શકે. હાર્દિક પટેલ જામનગરથી ચૂંટણી લડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

English summary
hardik patel to join Congress on 12 March
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X