#પનોતી_પાછી_આવી_ગુજરાત, હાર્દિકના આગમન સાથે ટ્રેન્ડમાં

Posted By:
Subscribe to Oneindia News

એક બાજુ જ્યાં મોટી સંખ્યામાં પાટીદારો પાસ કન્વીર અને નેતા હાર્દિક પટેલના 6 મહિનાના વનવાસ પછી તેની ગુજરાત પરત આવ્યાની ખુશી મનાવી રહ્યા છે. ત્યાં જ ટ્વિટરમાં એક અન્ય ટ્રેન્ડ પણ ટ્રેન્ડ કરી રહ્યો છે. જેમાં હાર્દિક પટેલને આડકતરી રીતે પનોતી ગણાવી રહ્યો છે. નોંધનીય છે કે આજે હિંમતનગર ખાતે હાર્દિક પટેલ હુંકાર સભા દ્વારા ઠંડા પડી ગયેલા પાટીદાર અનામનત આંદોલનમાં પ્રાણ પૂરશે ત્યાં જ આ ટ્રેન્ડે પણ લોકોને પોતાની તરફ ખેંચી રહ્યું છે.

Read also :  Hardik Patel હુંકાર સભામાં હાજરી, પાટીદારો મોટી સંખ્યામાં પહોંચ્યા હિંમતનગર

ત્યારે #પનોતી_પાછી_આવી_ગુજરાત નામના ટ્વિટર પર ચાલી રહેલા આ ટ્રેન્ડમાં લોકો પાસ નેતા હાર્દિક પટેલ વિષે કેવી કેવી ટિપ્પણીઓ કરી રહ્યા છે તે અંગે રસપ્રદ માહિતી મેળવો અહીં. જાણો લોકોનું શું કહેવું છે હાર્દિક પટેલની વાપસી પર...

હાર્દિક પટેલ અને નેટબંધ

નોંધનીય છે કે જ્યારે આનંદીબેનની સરકાર હતી ત્યારે હાર્દિક પટેલ જ્યારે જ્યારે કોઇ મોટા આંદોલન કરતો ગુજરાતભરમાં કેટલીક જગ્યાઓ પર મોબાઇલ બંધ થઇ જતા. કેટલીક જગ્યાએ કર્ફ્યૂ પણ લાગી જતા. ત્યારે હાર્દિક પટેલના પરત ફર્યા બાદ કેટલાક લોકોને આવા જ ભય લાગી રહ્યો છે.

પતંગ કનેક્શન

નોંધનીય છે કે હાર્દિક પટેલનું એક બાજુ જ્યાં હિંમતનગરમાં ઉલ્લાસભેર આગમન થઇ રહ્યું છે ત્યાં જ બીજી તરફ ટ્વિટરમાં આ ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. જેની પર કેટલાક લોકોએ આ પ્રકારની ટિપ્પણી કરી છે.

હાર્દિક પટેલ

નોંધનીય છે કે હાર્દિક પટેલ જ્યાં એક તરફ સમાજની તાકાતની વાત કરે છે ત્યાં જ બીજી તરફ લાલજી પટેલથી લઇને ભાજપ સાથે જોડાયેલા કેટલાક પટેલો હાર્દિક પટેલનો વિરોધ પણ કરી રહ્યા છે. ત્યારે આવનારા સમયમાં હાર્દિક અને પાટીદારોનું અનામત આંદોલન કંઇ દિશામાં જશે તે જોવું જ રહ્યું.

લોકોનું મંતવ્ય

ત્યારે ટ્વિટર પર ચાલી રહેલા આ ટ્રેન્ડ #પનોતી_પાછી_આવી_ગુજરાત માં લોોક પોતાના અલગ અલગ પ્રતિભાવ આ અંગે લખી રહ્યા છે. ત્યારે તમે પણ અહીં વાંચો લોકો આ ટ્રેન્ડમાં કેવી ટિપ્પણીઓ કરી છે.

કેજરીવાલને પણ કરાયા યાદ

નોંધનીય છે કે આ ટ્રેન્ડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ કેટલાક લોોક દ્વારા યાદ કરવામાં આવ્યા હતા. અને હાર્દિક સાથે જોડીને આડકતરી રીતે કંઇ આ પ્રમાણે ટ્વિટ કરવામાં આવ્યું હતું.

English summary
Hardik patel trending on Twitter as #panoti pachi aavi gujarat. Read more here.
Please Wait while comments are loading...