શનિ-રવિવારે રાત્રે BJP ઇવીએમમાં ગડબડ કરશે: હાર્દિક પટેલ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલાં પાસ કન્વીનર હાર્દિકપટેલે કહ્યું કે, ભાજપ ઇવીએમ સાથે છેડછાડ કરનાર છે. શનિવારે અને રવિવારે રાત્રે ભાજપ ઇવીએમ સાથે છેડછાડ કરશે, જો ઇવીએમ સાથે છેડછાડ ન થઇ તો ભાજપ 82 બેઠકો સુધીજ સીમિત રહેશે. આ અંગે હાર્દિક પટેલે ટ્વીટ કર્યું છે. અન્ય એક ટ્વીટમાં હાર્દિક પટેલે લખ્યું છે કે, ગુજરાતમાં ભાજપની હારનો અર્થ છે ભાજપનું પતન. ઇવીએમમાં ગોટાળો કરીને ભાજપ ગુજરાત ચૂંટણી જીતશે અને હિમાચલ પ્રદેશની ચૂંટણી હારશે, જેથી કોઇ ઇવીએમ અંગે સવાલ ન કરે.

hardik patel

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ ઇવીએમ પર સતત પ્રશ્નો કરી રહ્યાં છે. શુક્રવારે પણ તેમણે ટ્વીટ કરી ઇવીએમ મામલે શંકા વ્યક્ત કરી હતી. શુક્રવારે હાર્દિકે ટ્વીટ કર્યું હતું કે, આપણે ઇવીએમ મશીનનો ઉપયોગ શા માટે કરીએ છીએ, જેથી મતગણતરી જલ્દી થઇ જાય. પરંતુ ચૂંટણી પૂર્ણ થયાબાદ પણ 5થી 7 દિવસ સુધી શા માટે ઇવીએમ બંધ રૂમમાં રાખવામાં આવે છે? આનાથી સારું તો એ છે કે બેલેટ પેપરથી મતદાન થાય, એમાં પણ ઇવીએમ જેટલો જ સમય લાગે છે. હિમાચલ પ્રદેશમાં તો 1 મહિનો ઇવીએમ પડ્યા રહ્યા હતા.

English summary
Hardik Patel tweets bjp tamper evm in sunday night to win gujarat election.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.