અમદાવાદમાં હાર્દિક પટેલનું શક્તિપ્રદર્શન, મંજૂરી ના હોવા છતાં કર્યો રોડ શો
હાર્દિક પટેલ અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજીને કર્યું શક્તિ પ્રદર્શન. રોડ શોને પરવાનગી ના મળવા છતાં હાર્દિક પટેલ કર્યો આ રોડ શો. વધુ વાંચો અહીં.
પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે અમદાવાદમાં ભવ્ય રોડ શો યોજ્યો. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના આ રોડ શોને તંત્ર તરફથી પરવાનગી આપવામાં નથી આવી. આમ છતાં હાર્દિક પટેલે તેના શક્તિ પ્રદર્શન માટે બોપલથી રોડ શોની શરૂઆત કરી. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો તેમના સ્કૂટર અને ગાડીઓ તથા પાસના ધ્વજ અને ટોપી પહેરીને જોડાયા. હાર્દિક પટેલ પણ આ અંગે ટ્વિટ કરીને કહ્યું છે કે બપોર સુધીમાં આમાં 1 લાખ જેટલા લોકો જોડાશે. અને અમે અમારો દમ આ રેલી દ્વારા બતાવીશું. નોંધનીય છે કે આ રોડ શો ઘાટલોડિયા અને નારણપુરાથી પણ પસાર થશે. નોંધનીય છે કે ઘાટલોડિયા ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને નારણપુરા અમિત શાહના વિસ્તારો છે.

નોંધનીય છે કે પોલીસ આયુક્ત અનુપમ કુમાર સિંહે સોમવારે ભાજપના નેતા PM નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાહુલ ગાંધીના રોડ શોને ટ્રાફિક સમસ્યાના કારણે રદ્દ કરવાનો આદેશ આપ્યો હતો. અને વધુમાં હાર્દિકના રોડ શોને પણ પરવાનગી નથી આપવામાં આવી. તેમ છતાં હાર્દિક પટેલે આ રોડ શો કર્યો છે. અને તે આ રોડ શો પછી નિકોલ વિસ્તારમાં વિશાળ જનસભા પણ યોજવાનો છે.












Click it and Unblock the Notifications
