For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાર્દિક પટેલનો વધુ એક લેટરબોમ્બ, 2017 કમળનું નહીં પંજાનું હશે

|
Google Oneindia Gujarati News

મંગળવારે સુરતની કઠોર કોર્ટમાં હાર્દિક પટેલને રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સુરત કામરેજ હાઇવે ચક્કાજામ કેસમાં કોર્ટે 7500 રૂપિયાના બોન્ડ હેઠળ તેના જામીન મંજૂર કર્યા. જો કે ધણાં લાંબા સમય બાદ સારા સમાચાર મળવા છતાં હાર્દિકના ચહેરા પર ખુશી ઓછી અને બળોપો અને ગુસ્સો વધુ દેખાતો હતો. સાથે જ તેણે મીડિયા સમક્ષ તેનો વધુ એક પત્ર પણ જાહેર કર્યો હતો. જેમાં તેણે તેના ભૂતપૂર્વ વકીલથી લઇને તેના કેસને લઇને રાજ્ય સરકાર સાથે સમાધાન કરી રહેલા જાતિના વરિષ્ઠ આગેવાનો પર તીક્ષ્ય આક્ષેપો કર્યા હતા.

હાર્દિકે કહ્યું હતું કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પટેલ સમાજ ભાજપને નહીં પણ કોંગ્રેસને સમર્થન આપશે. અને 2017માં ગુજરાતમાંથી ભાજપનો જાકારો થશે અને કોંગ્રેસ સત્તા પક્ષે બેસસે. નોંધનીય છે કે એક બાજુ જ્યાં સરકાર સમાધાનની વાત કરી રહી છે ત્યાં જ હાર્દિકનું કહેવું છે કે "સમાધાન ખાલી કેસ પાછા લેવાની વાતે છે. આંદોલન તો મજબૂતાઇથી ચાલશે જ."

ત્યારે આ વખતનો હાર્દિકનો લેટરબોમ્બ કોના કોના નામ પર છે? તેમના પર હાર્દિકે કેવા આક્ષેપ કર્યા છે? અને આટલા વખતથી જેલમાં રહ્યા બાદ હાર્દિકની જે માનસિક સ્થિતિ થઇ છે , તેના જે ગુસ્સો અને બળાપો છે તે લેટરમાં સ્પષ્ટ પણે બહાર આવ્યો છે તે વિષે વિસ્તૃતમાં જાણો આ ફોટોસ્લાઇડરમાં કે હાર્દિક પટેલે શું શું કહ્યું....

સુરતના પટેલ અગ્રણીઓના નામ સાથે હાર્દિકનું હલ્લાબોલ

સુરતના પટેલ અગ્રણીઓના નામ સાથે હાર્દિકનું હલ્લાબોલ

હાર્દિકે જેલમાંથી લખેલા પત્રમાં લવજી બાદશાહ, મથુર સવાણી, ભીમજીભાઇ નાકરાણી, વાસુદેવ પટેલ, જયંતીભાઇ ઢોલના નામે લખ્યો છે. આ તમામ લોકો પટેલ સમાજના મોટા માથા છે. અને સુરતના જાણીતા અગ્રણીઓ પણ છે.

આંદોલનમાં શહિદ થયેલા યુવાનોનું શું?

આંદોલનમાં શહિદ થયેલા યુવાનોનું શું?

હાર્દિક પટેલે આ તમામ નેતાઓને અને સમાજના લોકોને પ્રશ્ન પૂછ્યો છે કે તેમણે પાટીદાર અનામત આંદોલનમાં માર્યા ગયેલા યુવાનો અને આ લોકોના પરિવાર માટે શું કર્યું? શું આ તમામ આગેવાનોમાંથી કોઇ પણ તેમને આર્થિક સહાય કરવા માટે આગળ આવ્યું?

હાર્દિકે વકીલને પણ ના છોડ્યો

હાર્દિકે વકીલને પણ ના છોડ્યો

વધુમાં હાર્દિક પટેલના ભૂતપૂર્વ વકીલ માંગુકિયા પર પણ પોતાના બળાપો નીકાળતા કહ્યું હતું કે તેમના કારણે તેનો કેસ વધુ ગૂંચવાયો છે.

સમાજના નામે આ નેતાઓએ ખાલી પૈસા જ ઉધરાવ્યા છે

સમાજના નામે આ નેતાઓએ ખાલી પૈસા જ ઉધરાવ્યા છે

હાર્દિક પટેલે આ તમામ નેતાઓ પર તીક્ષ્ય આરોપો કરતા કહ્યું છે કે આ તમામ નેતાઓએ લેઉવા અને કડવા પાટીદારો તેમ ભાગલા પાટીને ખાલી પૈસા જ ઉધરાવ્યા છે.

2017માં બનશે કોંગ્રેસની સરકાર: હાર્દિક પટેલ

2017માં બનશે કોંગ્રેસની સરકાર: હાર્દિક પટેલ

વધુમાં હાર્દિક કહ્યું કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર સમાજ કમળ એટલે કે ભાજપને નહીં પણ પંજા એટલે કે કોંગ્રેસને સાથ આપશે. અને કોંગ્રેસને સત્તા પર બેસાડશે.

સમાધાન ખાલી કેસ પાછા લેવા માટે આંદોલન તો ચાલશે જ

સમાધાન ખાલી કેસ પાછા લેવા માટે આંદોલન તો ચાલશે જ

ત્યારે એક બાજુ જ્યાં રાજ્ય સરકાર સમાધાનની વાત કરી રહી છે અને પાટીદારો સામે ચાલી રહેલા કેસને પાછા ખેંચી રહી છે ત્યારે પાટીદાર અનામત આંદોલન શું બંધ થઇ જશે આવું પૂછતા હાર્દિક પટેલ કહ્યું હતું કે સમાધાન ખાલી કેસ પાછા લેવા મામલે છે આંદોલન તો મજબૂતાઇથી ચાલતું જ રહેશે.

શંકર વાધેલા: જીતવા માટે અમારે હાર્દિકના સાથ જરૂર નથી

શંકર વાધેલા: જીતવા માટે અમારે હાર્દિકના સાથ જરૂર નથી

તો બીજી તરફ હાર્દિક પટેલના આ નિવેદન બાદ વિપક્ષના નેતા શંકર વાધેલાએ કહ્યું હતું કે આમ પણ પ્રજામાં સત્તાધારી સરકારને લઇને નારાજગી છે જ અને અને 2017માં સત્તામાં આવવાના જ છીએ. તે માટે અમારી હાર્દિક પટેલના સાથની કોઇ જરૂર નથી.

લાલજી પટેલ કહ્યું સમાજના તમામ આગેવાનને દોષ ના આપી શકાય!

લાલજી પટેલ કહ્યું સમાજના તમામ આગેવાનને દોષ ના આપી શકાય!

હાર્દિકના લેટરબોમ્બ બાદ લાલજી પટેલે તેમની પ્રતિક્રિયા જણાવતા કહ્યું હતું કે પાટીદાર સમાજ અનામત આંદોલન દ્વારા પોતાની માંગણી જરૂરથી ચાલુ રાખશે. અને ખાલી કેસ પાછા લેવા પર જ સમાધાન થઇ રહ્યું છે. જો કે તેમણે સ્વીકાર્યું કે સમાજના તમામ આગેવાનો પર દોષનો ટોપલો ના ઢોળી શકાય.

તમામ વાતમાં ભાજપની હાલત ગંભીર!

તમામ વાતમાં ભાજપની હાલત ગંભીર!

જો કે હાર્દિક પટેલ અને શંકર સિંહ વાધેલાના આવા નિવેદન બાદ મુખ્યમંત્રી આનંદીબેન અને ભાજપ સરકાર માટે આવનારી વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી લોઢાના ચણા ચાવવા જેવી મુશ્કેલ રહેશે તે વાત તો પાક્કી છે. વધુમાં આનંદીબેનને દિલ્હીથી પાટીદાર આંદોલન આટોપી લેવાનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું છે. ત્યારે આવનારો સમય ગુજરાતની પહેલી મહિલા મુખ્યમંત્રી માટે કેવો રહેશે તે જોવું જ રહ્યું.

English summary
Hardik Patel Wrote new Letter, told press in 2017 congress win and bjp loss.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X