For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુવા ચહેરાની મંત્રી તરીકે પસંદગી ભાનુ બાબરીયા, હર્ષ સંઘવી અને અલ્પેશ ઠાકોર સહિતના યુવા ચેહેરાનો સમાવેશ

ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની જીત થતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી એક વાર શપથ લેશે. તેની સાથે સૌને એક જ સવાલ થઇ રહ્યો છે કે કોણ મંત્રી બનશે અને કોને કયો વિભાગ મળશે. ગુજરાતમાં આગામી મંત્રીની પંસગદીને લઇને

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની જીત થતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી એક વાર શપથ લેશે. તેની સાથે સૌને એક જ સવાલ થઇ રહ્યો છે કે કોણ મંત્રી બનશે અને કોને કયો વિભાગ મળશે. ગુજરાતમાં આગામી મંત્રીની પંસગદીને લઇને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના ગાંધીનગર નિવાસસ્થાને બેઠકોનો દોર ચાલ્યો હતો. ભૂપેન્દ્ર પટેલની આગામી મંત્રી મંડળી યુવા અને જુના જોગીના અનુભવનો સમાવેશ કવરામાં આવ્યો છે.

Bhupendra patel

ભાજપના આગામી મંત્રી પદ માટે આટલા ધારાસભ્યો ને પ્રદેશ ભાજપ કાર્યાલય તરફ થી ફોન કરાયેલ છે જેમા રુષીકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળીયા, ભાનુબહેન બાબરીયા, કુબેર ડિંડોર, બળવંતસિંહ રાજપુત, બચુ ખાબડ, નવા મત્રી મંડળમાં જૈન, ક્ષત્રીય, એસસી એસટી, કોળી, પટેલ, ઓબીસીનો સમન્વય જેવા મળશે.

ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં જ્ઞાતિ સમિકરણ તેમજ ગુજરાતના તમામ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામા આવશે. બાકીના ઉમેદવારોને આજે ફોન કરીને જાણ કરવામાં આવશે. જેમા જીતુ વાઘાણી, રમણ વોરા, શંકર ચોધરી, પંકજ દેસાઇ, અલ્પેશ ઠાકોર, રાઘવજી પટેલ, જયેશ રાદડીયા, કિરીટસિંહ રાણા, કુંવરજી બાવળીયા, જેવી કાકડીયા, ડો. દર્શિતા શાહ, ઋષિકેશ પટેલ, કનુ દેસાઇ, પૂર્ણેશ મોદી, વિનુ મોકરીયા, જગદીશ પંચાલ, અમિત ઠાકર સહિતના નામોનો સમાવેશ થાય છે.

English summary
Harsh Sanghvi, Bhanu Bhabriya and others were informed by phone late at night
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X