હર્ષ સંઘવીએ પુરુષ સાયક્લિંગ સ્પર્ધાને ધ્વજ ફરકાવી પ્રસ્થાન કરાવ્યુ
ગાંધીનગર ખાતેરમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીએ સાયક્લિંગ રમતના રમતવીરોનો ઉત્સાહ વધાર્યો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીએ આજે સવારે ૧૦:૦૦ વાગ્યે ગાંધીનગરના ચ-૦ સર્કલ ખા
ગાંધીનગર ખાતેરમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીએ સાયક્લિંગ રમતના રમતવીરોનો ઉત્સાહ વધાર્યો રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીએ આજે સવારે ૧૦:૦૦ વાગ્યે ગાંધીનગરના ચ-૦ સર્કલ ખાતેથી ૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત ૧૧૯ કિલોમીટર પુરુષ ગૃપ સાયક્લિંગ સ્પર્ધાને ધ્વજ ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે એશિયન સાયક્લિંગ કન્ફેડરેશનના સેક્રેટરી જનરલ ઓમકારસિંહે મંત્રી સંઘવીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.સાયક્લિંગ કન્ફેડરેશન ઑફ ઇન્ડિયાના સેક્રેટરી જનરલ મનિન્દરપાલ સિંધ, સાયક્લિંગ કન્ફેડરેશન ઑફ ઇન્ડિયાના ખજાનચી પ્રતાપ જાધવ તથા રમત ગમત ક્ષેત્રના અન્ય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રમત ક્ષેત્રના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં માત્ર 90 દિવસના ટૂંકા ગાળામાં નેશનલ ગેમ્સનું સફળ આયોજન કરીને ગુજરાતે નવો ઈતિહાસ રચ્યો છે તેમ આજે રમત - ગમત મંત્રી હર્ષ સંઘવીએ આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.
મંત્રી સંઘવીએ વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં હાલમાં ચાલી રહેલી નેશનલ ગેમ્સમાં નાગરિકોનો સહયોગ, રમત પ્રત્યેનો ઉત્સાહ અને રાજ્ય સરકાર દ્વારા રમત માટેની ઉત્તમ વ્યવસ્થા બદલ ભાગ લઇ રહેલા વિવિધ રાજ્યોના ખેલાડીઓ તેમજ રાષ્ટ્રીય રમત એસોસિએશનના હોદ્દેદારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. નેશનલ ગેમ્સના આયોજનના પરિણામે મલખમના 10 વર્ષીય ગુજરાતી ખેલાડી શૌર્ય જેવા અનેક ખેલાડીઓને રાષ્ટ્રીય કક્ષાએ આગવી ઓળખ અને રમત ક્ષેત્રે નવીન પ્લેટફોર્મ ઉપલબ્ધ થયું છે આજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નનું નવું ભારત છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે 36મી નેશનલ ગેમ્સના સફળ આયોજન બદલ રાત દિવસ મહેનત કરતા ગુજરાતના રમત -ગમત વિભાગ સહિત સમગ્ર વહીવટી તંત્રના અધિકારીઓ- કર્મચારીઓને અભિનંદન આપીને મંત્રી સંઘવીએ તેમની કામગીરી બિરદાવી હતી.
36મી નેશનલ ગેમ્સ -2022નું ગુજરાત યજમાન બન્યું છે ત્યારે મહાત્મા મંદિર,ગાંધીનગર સહિત રાજ્યભરમાં વિવિધ રમતો યોજાઇ રહી છે. જેના ભાગરૂપે મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ઇન્ડોર ગેમ્સ જૂડો અને વૂશુની વિવિધ કેટેગરીમાં ભાગ લઈ રહેલા વિવિધ રાજ્યોના ખેલાડીઓને આજે રમત- ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ રમત માટે પ્રોત્સાહિત કરીને સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી.
રમત- ગમત મંત્રીએ 36મી નેશનલ ગેમ્સ અંતગર્ત મહાત્મા મંદિર ખાતે રમાઇ રહેલી જૂડો અને વૂશુને રસ પૂર્વક નિહાળીને ગુજરાતના મહેમાન બનેલા વિવિધ રાજ્યોના ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો.
આ પ્રસંગે ઇન્ડિયન વૂશુ ફેડરેશનના પ્રમુખ બી.એસ.બાજવા, જનરલ સેક્રેટરી જીતેન્દ્રસિંહ બાજવા તેમજ ઇન્ડિયન જૂડો ફેડરેશનના હોદ્દેદારોના તેમજ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
