ગુજરાતના આ જિલ્લાઓમાં કાલથી હિટવેવની સ્થિતિ, હવામાન ખાતાએ કરી આગાહી
કાલે ગુજરાતમાં લોકસભા ચૂંટણી હોય પહેલેથી જ રાજકારણમાં ગરમાવો છે. ત્યારે હવામાન ખાતાએ એવા સમાચાર આપ્યા છે જેનાથી નાગરિકોએ વધુ ગરમાવો સહન કરવો પડી શકે છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે મંગળવાર અને 23મી એપ્રિલથી ઉત્તર ગુજરાતના અમુક ભાગમાં હિટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.હવામાન ખાતાએ પોતાના રિપોર્ટમાં નોંધ્યું છે કે, "23-25 એપ્રિલથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા સહિતના વિસ્તારોમાં હિટવેવની સ્થિતિ સર્જાશે." ત્યારે મંગળવારથી ઉત્તર ગુજરાતીઓ માટે ધગતો ઉનાળો મુશ્કેલી ઉભી કરી શકે છે.
જણાવી દઈએ કે રવિવારે અમદાવાદમમાં મહત્તમ તાપમાન 41 સેલ્સિયસ ડિગ્રી નોંધાયું હતું જ્યારે લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રવિવારે 41.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સુરેન્દ્રનગર ગુજરાતનું સૌથી ગરમ સીટી નોંધાયું હતું. મંગળવારે ગુજરાતમાં લોકસભા ચૂંટણી પણ થનાર છે, ત્યારે હવામાન ખાતાએ આગાહી કરી છે કે મંગળવારે અમદાવાદમાં 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહે તેવી શક્યતા છે.
અમદાવાદમાં ઉનાળા દરમિયાન 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની આજુબાજુમાં સામાન્ય તાપમાન પહોંચી જતું હોય છે, જો કે થોડા દિવસો પહેલા આવેલ આંધી સાથે પડેલ કમોસમી વરસાદને કારણે અમદાવાદીઓને ધકતા તપથી થોડી રાહત મળી હતી. જો કે હવે આગામી દિવસો વધુ ધગધગતા હશે ત્યારે નાગરિકોની મુશ્કેલી વધી શકે છે.
દિલ્હી-NCRમાં આજે ફરી બગડી શકે મોસમ, ઉઠશે આંધી