Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દિલ્હી-NCRમાં આજે ફરી બગડી શકે મોસમ, ઉઠશે આંધી

દિલ્હી-NCRમાં આજે ફરી બગડી શકે મોસમ, ઉઠશે આંધી

નવી દિલ્હીઃ દિલ્હી એનસીઆરમાં ગરમીનું મોસમ જોર પકડી ચૂક્યું છે. જો કે ક્યારેક-ક્યારેક તાપમાનમાં ગિરાવટ જોવા મળી રહી છે. શુક્રવારે સવારે હવામાન સારું રહ્યું અને ન્યૂનતમ તાપમાન સામાન્યથી 4 ડિગ્રી નીચે એટલે કે 18.2 ડિગ્રી પર જઈ પહોંચ્યું. જ્યારે હવામાન વિભાગનું માનીએ તો શનિવારે હવામાન સામાન્ય રહે તેવી સંભાવના છે. અહેવાલ છે કે શનિવારે હવામાન સાફ રહેશે અને તાપમાનમાં ગિરાવટ જોવા મળશે.

weather

જણાવી દઈએ કે શુક્રવારે સવારે 70 ટકા ભેજ નોંધાયું છે. માનવમાં આવી રહ્યું છે કે મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેશે. નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી 4-5 દિવસ સુધી દિલ્હીના હવામાનમાં કંઈ ખાસ બદલાવ જોવા નહિ મળે. આકાશ સંપૂર્ણપણે સાફ રહેશે. જે બાદ આંધી તૂફાનની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં ઉત્તર ભારતમાં કેટલીય જગ્યાએ આંધી તોફાન જોવા મળ્યું છે જેમાં કેટલાય લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ મળ્યા હતા. કેટલાય વિસ્તારોમાં ખતરનાક ધૂળ ભરેલી આંધી જોવા મળી. જેને પગલે મધ્ય પ્રદેશમાં કુલ 15 લોકોનું મૃત્યુ થયું. આ ઉપરાંત ગુજરાતમાં પણ ખરાબ હવામાનને પગલે 25 લોકોનો જીવ ચાલ્યો ગયો. રાજસ્થાનમાં આનાથી 10 લોકો મૃત્યુ પામ્યા છે.

આ પણ વાંચો- આંધી-તોફાને 28 લોકોનો જીવ લીધો, આજે પણ અહીં ખતરાનું એલર્ટ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X