For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંધી-તોફાને 28 લોકોનો જીવ લીધો, આજે પણ અહીં ખતરાનું એલર્ટ

વરસાદ અને આંધીએ દેશના ત્રણ રાજ્યોમાં જોરદાર તબાહી મચાવી છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મોટા ભાગના શહેરોમાં આંધી અને વરસાદ સાથે કરા પણ પડ્યા છે, જેને કારણે જાનમાલ અને પાકને ઘણું નુકશાન થયું છે.

|
Google Oneindia Gujarati News

વરસાદ અને આંધીએ દેશના ત્રણ રાજ્યોમાં જોરદાર તબાહી મચાવી છે. ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મોટા ભાગના શહેરોમાં આંધી અને વરસાદ સાથે કરા પણ પડ્યા છે, જેને કારણે જાનમાલ અને પાકને ઘણું નુકશાન થયું છે. મળતી જાણકારી અનુસાર રાજસ્થાનમાં આંધી તોફાનને કારણે 9, મધ્યપ્રદેશમાં 10 અને ગુજરાતમાં 9 લોકોની મૌત થઇ છે. હવામાન વિભાગ ઘ્વારા આજે પણ ખતરાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ધૂળની આંધી સાથે વરસાદ, આ જિલ્લાઓમાં પણ માવઠું થશે

આંધી-તોફાને 28 લોકોનો જીવ લીધો

આંધી-તોફાને 28 લોકોનો જીવ લીધો

સૌથી વધારે તબાહી રાજસ્થાનમાં થઇ છે, જ્યાં પ્રતાપગઢ અને ઝાલાવાડમાં આંધી અને વરસાદને કારણે ઘણી જગ્યાઓ પર ઝાડ ઉખડી ગયા, વીજળીના થાંભલા પણ ઉખડી ગયા, જેને કારણે ઘણી જગ્યાઓ પર ટ્રાન્સપોર્ટમાં સમસ્યા પેદા થઇ. ઘણી જગ્યાઓ પર વીજળી પણ ગુલ થઇ ગઈ. સ્થાનીય મીડિયા અનુસાર અહીં 9 લોકોની મૌત થઇ છે અને 20 લોકો ઘાયલ થયા છે.

તોફાનને કારણે પાકને નુકશાન

તોફાનને કારણે પાકને નુકશાન

મધ્યપ્રદેશ અને ગુજરાતના લોકોંને પણ આંધી અને તોફાનને કારણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. મધ્યપ્રદેશમાં 10 અને ગુજરાતમાં 9 લોકોની મૌત થઇ છે. ગુજરાતના અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ખેડામાં ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે.

તોફાનનું એલર્ટ

તોફાનનું એલર્ટ

હવામાન વિભાગે આજે પણ મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા અને હિમાચલ પ્રદેશમાં તોફાનનું એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને સતર્ક રહેવા માટે કહ્યું છે. હવાની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક હોય શકે છે.

ચોમાસુ સામાન્ય રહેશે

ચોમાસુ સામાન્ય રહેશે

હવામાન વિભાગ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વખતે ચોમાસુ સામાન્ય રહેશે. આ વર્ષે લગભગ 96 ટકા વરસાદ થશે. હવામાન વિભાગ ચોમાસાની પહેલી અપડેટ જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં આપશે.

English summary
Thunderstorm alert in isolated places in India, Rains Kills 28 people
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X