For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં ધૂળની આંધી સાથે વરસાદ, આ જિલ્લાઓમાં પણ માવઠું થશે

અમદાવાદમાં ધૂળની આંધી સાથે વરસાદ, આ જિલ્લાઓમાં પણ માવઠું થશે

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ સોમવારે સાંજે અમદાવાદમાં ધૂળની આંધી સાથે વરસાદ ખાબકતાં અમદાવાદીઓને ગરમીમાંથી રાહત મળી છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી જ અમદાવાદમાં 38 ડિગ્રીથી પણ ઉપર તાપમાનનો પારો પહોંચી ગયો હતો. ત્યારે ઉનાળાની શરૂઆતમાં ધોમ તડકાએ અમદાવાદીઓનો પરછેવો છોડાવી દીધો હતો. જો કે સોમવારે આવેલ વરસાદનાં ઝાંપટાંને પગલે શહેરીજનોને મહદઅંશે રાહત મળી છે. સોમવારે સાંજે ધૂળની આંધીએ અમદાવાદમાં પણ દેખાં દીધાં હતાં. જો કે આ આંધીને કારણે પણ તાપમાનનો પારો ગગડ્યો હતો. હવે આગામી 2 દિવસ સુધી અમદાવાદીઓને ગરમીમાંથી રાહત મળશે.

weather

હનામાન ખાતાના અમદાવાદ કેન્દ્રએ સોમવારે થંડરસ્ટોર્મની આગાહી કરતા કહ્યું કે મંગળવારે પણ ગુજરાતના અન્ય ભાગોમાં ધૂળની આંધી ઉઠશે. હવામાન ખાતાના અધિકારીએ કહ્યુ્ં કે દક્ષિણ રાજસ્થાન અને તેના પાડોશમાં આવેલ વિસ્તારોમાં ચક્રવાત પરિભ્રમણને કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો છે. વધુમાં હવામાન ખાતાએ આગાહી કરી કે બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, તાપી, નર્મદા, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર અને કચ્છમાં ધૂળની આંધી આજે ઉઠી શકે છે. ઉપરાંત આગામી 6 દિવસ સુધી આ વિસ્તારોમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો- ઓરેન્જ એલર્ટઃ 16 અને 17 એપ્રિલે ફરી ઉઠશે ધૂળની આંધી, વરસાદની સાથે કરા પણ પડશે

ધૂળની આંધીને કારણે સોમવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સોમવારે અમદાવાદમાં હ્યુમિડિટી લેવલ 24-40 ટકાની રેન્જમાં હતી. આ ધૂળની આંધી સ્વાસ્થ્ય માટે હાનીકારક હોવાથી લોકોને ઘરની બહાર ન નિકળવા ચેતવણી આપવામાં આવી છે. મંગળવરે અમદાવાદમાં મહત્તમ તાપમાન 73 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આશંકા છે.

English summary
storm in ahmedabad, IMD warn to these districts too.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X