ઓરેન્જ એલર્ટઃ 16 અને 17 એપ્રિલે ફરી ઉઠશે ધૂળની આંધી, વરસાદની સાથે કરા પણ પડશે
ઓરેન્જ એલર્ટઃ 16 અને 17 એપ્રિલે તોફાનની અગાહી, વરસાદની સાથે કરા પણ પડશે
નવી દિલ્હીઃ દિલ્હી એનસીઆરમાં પૂરી રીતે ગરમીનું આગમન થઈ ચૂક્યું છે પરંતુ શુક્રવારે સામાન્ય વરસાદથી રાહતની ઉમ્મીદ હતી. વરસાદ તો થયો પરંતુ તેનાથી ગરમીમાં કંઈ ખાસ અસર ન પડી. વરસાદ બંધ થતાં જ તડકો નિકળ્યો અને તાપમાન વધવાની સાથે જ ગરમી પણ તેજ થઈ ગઈ. અહીં મહત્તમ તાપમાન સામાન્યથી એક ડિગ્રી વધુ એટલે કે 36.8 ડિગ્રી નોંધાયું. જ્યારે ન્યૂનતમ તાપમાન સામાન્યથી 2 ડિગ્રી વધુ એટલે કે 23.2 ડિગ્રી નોંધાયું. અહીં સવારે 8.30 વાગ્યે 0.5 મીમી વરસાદ થયો જે બાદ 0.2 મીમી વરસાદ થયો. આખી દિલ્હીમાં અલગ-અલગ 11 કેન્દ્રોમાં મહત્તમ પારો 38-39ની વચ્ચે રહ્યો.

હવામાન વિભાગની જાણકારી મુજબ 16-17 એપ્રિલે 60-70 કિમીની ઝડપે આંધી ચાલશે. બંને દિવસે કરા પડવાની પણ શક્યતા છે. જેને પગલે તાપમાનમાં ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. જેથી ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ દિવસોમાં ધૂળની આંધી અને સામાન્ય વરસાદ રહેશે. બંને દિવસે તાપમાન 36-37 ડિગ્રી રહેશે. 18 એપ્રિલે પણ સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. જણાવી દઈએ કે દિલ્હી એનસીઆરમાં આ વર્ષે ઠંડીના પણ કેટલાય રેકોર્ડ તોડ્યા છે.
જણાવી દઈએ કે આ વર્ષે શિયાળામાં ઠંડીએ પણ દિલ્હી-એનસીઆરમાં કેટલાય રેકોર્ડ તોડ્યા. ખાસ કરીને અચાનક થયેલ ઓલાવૃષ્ટિએ લોકોને ચોંકાવી દીધા જેનાથી રસ્તાઓનો નજારો કોઈ પહાડી વિસ્તારોથી ઓછો નહોતો. લોકો ગાડીઓથી બહાર નીકળીને તસવીરો પાડવા લાગ્યા હતા. દિલ્હી-એનસીઆરમાં આટલી માત્રામાં ઓલાવૃષ્ટિ થઈ હોય તેવું પહેલીવાર બન્યું. જણાવી દઈએ કે રવિવારે સાંજે રાજસ્થાનના શેખાવાટી વિસ્તારમાં રેતીલું તોફાન આવ્યું હતું, એ સમયે સૌથી વધુ ચૂરુ, ઝુંઝુનૂં અને સીકર જિલ્લાની આજુબાજુનો વિસ્તાર પ્રભાવિત થયો હતો.
આ પણ વાંચો- શોપિયાંમાં સુરક્ષાબળોએ ઠાર માર્યા 2 આતંકી, સર્ચ ઓપરેશન ચાલુ












Click it and Unblock the Notifications
