શોપિયાંમાં સુરક્ષાબળોએ ઠાર માર્યા 2 આતંકી, સર્ચ ઓપરેશન ચાલુ
શોપિયાંમાં સુરક્ષાબળોએ ઠાર માર્યા 2 આતંકી, સર્ચ ઓપરેશન ચાલુ
દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં શનિવારે સવારે સેનાએ બે આતંકવાદીઓને ઠાર માર્યા. ગહંડ વિસ્તારમાં સેનાને બેથી ત્રણ આતંકવાદીઓ છૂપાયા હોવાના અહેવાલ મળ્યા હતા. સેનાના જવાનોએ આતંકવાદીઓને ચારો તરફથી ઘેરી કાર્યવાહી કરી. સેનાની 34 આરઆર ટુકડી અને એસઓજી એકસાથે શોપિયામાં સર્ચ ઓપરેશનમાં લાગી હતી. આતંકવાદીઓની તલાશ માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે.

અગાઉ શનિવારે પણ આતંકવાદીઓની સુરક્ષાબળો સાથે અથડામણ થઈ હતી જેમાં બે આતંકવાદીઓને મારવામાં આવ્યા હતા. મરનાર હિઝબુલ મુઝાહિદ્દીનના બે આતંકવાદીઓમાંથી એક એમ.ટેકનો વિદ્યાર્થી હતો. ગાંદરબલ જિલ્લાના નુનેર ગામથી સંબંધ રાખનાર રાહિલ રાશિદ શેખ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો અને ત્રણ દિવસ પહેલા જ તે આતંકવાદી બન્યો હતો. મરનાર બીજા આતંકવાદીની ઓળખ શોપિયા જિલ્લાના કીગમ ગામના રહેવાસી બિલાલ અહમદ તરીકે થઈ છે.
અથડામણ પરગુચી ગામમાં તે સમયે થઈ, જ્યારે રાષ્ટ્રીય રાઈફલ્સની ઉગ્રવાદ રોધી એકમો અને રાજ્ય પોલીસના વિશેષ અભ્યાન સમૂહ ઈમામ સાહિબના બાગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. પોલીસ મુજબ છૂપાયેલ આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ગોળીબાર કર્યો હતો, જે બાદ થયેલ અથડામણમાં બંને આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા.
આ પણ વાંચો- 100મી વર્ષગાંઠ પર જલિયાંવાલા બાગ પહોંચ્યા રાહુલ ગાંધી, શહીદોને આપી શ્રદ્ધાંજલિ












Click it and Unblock the Notifications
