ભાદરવે ગુજરાતમાં અષાઢી હેલી
કહેવત છે કે ભાદરવો ભર્યો ગાજે, એટલે કે ભાદરવા મહિનામાં વાદળો ગાજે બહુ પરંતુ વરસે નહી. જોકે ગુજરાતમાં આનાથી ઊધું ચિત્ર જોવા મળ્યુ છે. ગુજરાતમાં સતત બે ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગત મોડી સાંજે તો અમદાવાદમાં ભારે બફારા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો જે સતત દોઢ બે કલાક સુધી ચાલ્યો હતો અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.

તો દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી છૂટોછવાયો વરસાદનાં પડતા લોકોમાં આનંદ છવાયો છે. એટલું નહીં નવસારીના ઉપરવાસ ડાંગ જિલ્લામાં વરસાદને પગલે પૂર્ણા, અંબિકા, મીઢોળા સહિત જીલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહેતા પુર જેવી પરિસ્થિતિ સર્જાય હતી. વાંસદા તાલુકાના જુજ અને કેલીયા ડેમ ઓવરફલો થતા 20 જેટલા ગામોને વહીવટી તંત્રએ એલર્ટ કર્યા હતા.

તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં અમરેલીના રાજુલા તાલુકાના ધાતરવડી ડેમના બે દરવાજા એક-એક ફૂટ ખોલાતા દારતડી ગામની નદી બે કાંઠે પહેતી થઈ હતી. જેના કારણે કાંઠાના નીચાણવાળા 10 ગામોને એલર્ટ રહેવાની સૂચવા આપવામાં આવી હતી. પરંતુ નદી બે કાંઠે વહેતા ત્રણ ભેંસો પાણીમાં તણાઈ હતી રાજકોટ જિલ્લામાં પાટણવાવના ઓસમ ડૂંગર પર 5 ઈંચ અને જેતપુરમાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ પડ્યો હતો.












Click it and Unblock the Notifications
