રાજ્યમાં આગામી 3 દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 28થી 31 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના હવામાન વિભાગે ફરી ત્રણ દિવસની વરસાદની આગાહી કરી છે. 28 થી 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. અત્યાર સુધીમાં 130 તાલુકામાં 4 ઇંચ સુધીનો વરસાદ પડી ચૂક્યો છે, જેમાં ભરૂચના વાગરામાં 4 ઈંચ, સુરતના માંગરોળમાં 4 ઈંચ, નેત્રંગમાં 3 ઈંચ, નવસારી, ભરૂચ, લીમખેડામાં 2.5 ઈંચ તેમજ ખંભાત, પેટલાદ વડોદરા ચોર્યાસી, જલાલપોર સહિતના વિસ્તારોમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદ-અરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના હળવા દબાણને પગલે આ સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં આગામી 31 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે, જેને પગલે ગુજરાત સરકારે તંત્ર એલર્ટ કરી દીધું છે.

weather department

આવનારા ચાર દિવસ એટલે કે 31 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદમાં પણ લાંબા વિરામ બાદ રવિવારે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી, જેને પગલે વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. શહેરના નારણપુરા, ઘાટલોડીયા, નવરંગપુરા, મેમનગર, આંબાવાડી સહિતના વિસ્તારોમાં પાણી પડ્યુ હતું.

પશ્ચિમ બંગાળના અખાતમાં નવા સાયકલોનીક સરકયુલેશનની અસર સર્જાતા બુધવાર સુધી સારા વરસાદની આગાહી થઈ છે. આ સિસ્ટમ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તરફ આગળ વધી છે, જેના લીધે હળવો-મધ્યમથી માંડીને કેટલાક સ્થળે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દરમિયાન મહારાષ્ટ્રના દુષ્કાળની ઘેરી અસરવાળા વિદર્ભના સંખ્યાબંધ વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. આ પછી 10 સપ્ટેમ્બર સુધી વરસાદ ખેંચાઈ જશે તેવી આગાહી થઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X