રાજ્યમાં વરસાદનો વધુ એક ધમાકેદાર રાઉન્ડ જોવા મળશે, 16 જુલાઈથી આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે અને તમામ જિલ્લાઓમાં સારો વરસાદ જોવા મળ્યો છે. રાજ્યમાં વરસાદની પહેલી ઈનિંગ્સ બાદ હવે બીજી ધમાકેદાર ઈનિગ્સ જોવા મળવાની છે. હવામાન વિભાગે આજથી 16 જુલાઈ સુધી સામાન્ય વરસાદ અને 16 જુલાઈથી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં 16 જુલાઈથી વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે. આગાહી અનુસાર, 16 જુલાઈથી 19 જુલાઈ સુધી સાર્વત્રિત વરસાદ જોવા મળી શકે છે. આગાહી અનુસાર, કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.

હવામાન વિભાગ અનુસાર, 16 જુલાઈથી 19 જુલાઈ દરમિયાન સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય આ દિવસોમાં અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટમાં પણ સારો વરસાદ વર્ષી શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, રાજ્ય અત્યારસુધીમાં સિઝનનો 43 ટકા જેટલો સારો વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લામાં 100 ટકા કરતા વધુ વરસાદ માત્ર જુલાઈ મહિનામાં જ નોંધાયો છે.












Click it and Unblock the Notifications
