For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં મુશળધાર વરસાદ, ઓલપાડમાં 6 કલાકમાં વરસ્યો 12 ઇંચ વરસાદ

વડોદરા અને રાજકોટ બાદ દક્ષિણ ગુજરાતમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લા 6 કલાકમાં સુરતમાં 8, ઓલપાડમાં 12 ઇંચ વરસાદ નોંધાયો હતો.

|
Google Oneindia Gujarati News

વડોદરા અને રાજકોટ બાદ દક્ષિણ ગુજરાતમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં છેલ્લા 6 કલાકમાં સુરતમાં 8, ઓલપાડમાં 12 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે નીચલી વસાહતોની હાલત ખુબ જ ખરાબ થઇ ગઈ છે. દરેક જગ્યાએ પાણી ભરાવાના કારણે રસ્તાઓ પર વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. તેમજ ઘણા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી જવાને કારણે જનજીવનને અસર થઈ છે. ભારે વરસાદને કારણે શાળાઓમાં રજા આપવામાં આવી છે.

heavy rain

ઓછી વિજિબિલીટીના કારણે ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ

આજ સવારથી જ ઓછી વિજિબિલીટી કારણે, સુરત એરપોર્ટ પર લેન્ડિંગ સેફ ન હોવાને કારણે દિલ્હીની ત્રણ ફ્લાઇટ્સ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિયન એર લાઇન્સ, ઈન્ડિગો સહિત સ્પાઇસ જેટની ફ્લાઇટ્સને રસ્તા વચ્ચેથી જ અમદાવાદથી ડાયવર્ટ કરવામાં આવી હતી. જ્યારે જયપુર-સુરતની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. સુરતથી દિલ્હી આવતા મુસાફરોને રિસીવ કરવા માટે એરપોર્ટ પહોંચેલા લોકો પણ ત્યાં ફસાઈ ગયા. અમદાવાદ એરપોર્ટ પર ઉતરનારા મુસાફરોને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: ભારે વરસાદને કારણે ગુજરાતની ઘણી ટ્રેનો કેન્સલ, બરોડા એરપોર્ટ બંધ

શાળાઓ અને કોલેજોમાં રજા, પ્રશાસન બચાવ કાર્યમાં લાગ્યું

સુરત, ઓલપાડ, ભરૂચ અને વલસાડમાં ભારે વરસાદને કારણે મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરાઈ. સવારે સ્કૂલ માટે નીકળેલા વિદ્યાર્થીઓ પણ રસ્તામાં ફસાઈ ગયા. શહેરના ઘણા વિસ્તારો પાણીમાં ભરાઈ ગયું છે. જો કે પ્રશાસન શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે. એનડીઆરએફ સહિત સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગ લોકોની મદદમાં જોડાયેલું છે.

આ પણ વાંચો: ભારે વરસાદે બગાડી વડોદરાની સૂરત, શહેર બન્યુ તળાવ, ચોંકાવનારો Video

English summary
Heavy Rain in Gujarat, Olpad receives 12 inches of rain in 6 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X