Gujarat Weather: રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: ચોમાસાની સિઝન હજી પૂર્ણ થઈ નથી. ભાદરવાને હજી ગણતરીના દિવસો ગયા છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં આવતા 7 દિવસ વરસાદ થવાની વકી છે. આટલું ઓછું હોય તેમ દરિયા કિનારે 40થી 50 કિમીની ઝડપે પવન ફુંકાવાની પણ આગાહી કરી છે. જેથી માછીમારોને દરિયો ન ખેડના ચેતવણી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 5 ભારે વરસાદની આગાહી છે.

Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 28 ઓગસ્ટ 2025ની સ્થિતિએ સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં વરસાદની આગાહી
હવમાન વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં આગામી 7 દિવસ મધ્યમ વરસાદની આગાહી છે. આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા છે. માછીમારોને 5 દિવસ દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે.આજે મધ્ય,દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત અરવલ્લી, વડોદરા, ભરૂચ, નર્મદા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત,નવસારી, વલસાડ, ડાંગ, દમણમાં વરસાદની શક્યતાઓ છે.
દરિયાકાંઠે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે
દરિયા કિનારે પણ ભારે પવન ફુંકાવાની શક્યતાને ધ્યાને લેતા હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. દરિયાકાંઠે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે. રાજ્યમાં સામાન્ય કરતાં 13 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.03 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 75 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 70 ડેમ 70થી 100 ટકા, 25 ડેમ 50થી 70 ટકા, 20 ડેમ 25 ટકા થી 50 ટકા વચ્ચે અને 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 100 ડેમ હાઈ એલર્ટ, 28 ડેમ એલર્ટ તથા 17 ડેમ વોર્નિંગ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
