પહેલા નોરતે જ વરસાદે મારી એન્ટ્રી, આયોજકોમાં ચિંતા

Written By:
Subscribe to Oneindia News

પહેલા નોરતે જ વલસાડ સમેત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. જેના કારણે નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરનાર આયોજકોની ચિંતામાં વધારો થયો છે. સાથે સાથે જ ખેલૈયા પણ નિરાશ થયા છે. નોંધનીય છે કે ગત વર્ષે પણ નવરાત્રીમાં પડેલા વરસાદ સમગ્ર ગુજરાતમાં ખેલૈયાઓને નિરાશ કર્યા હતા. અને આ વખતે પણ હવામાન ખાતાએ પહેલા ત્રણ નોરતે એટલે કે 21, 22 અને 23 સપ્ટેમ્બરમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

valsad

ત્યારે વલસાડ, વાપી, ઉમરગામમાં રાતથી વરસાદ પડી રહ્યો છે. નોંધનીય છે કે નવરાત્રીમાં આયોજકો મોટા પ્રમાણમાં ખર્ચો કરે છે. અને નવરાત્રીમાં તેમને આ કારણે આવક પણ થાય છે. પણ ગત વર્ષે પણ આયોજકોને વરસાદે રોવડાવ્યા હતા. ત્યારે આ વર્ષે પણ વરસાદે આયોજકોની ચિંતા વધારી છે. તો બીજી તરફ આ વખતે કેટલાક આયોજકોએ ઇન્ડોર ગરબા કાર્યક્રમ પણ રાખ્યો છે.

English summary
Heavy rain in valsad and Umargam before Navratri.Organizer are worried.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.