રાજકોટમાં મોદીના કાર્યક્રમ સ્થળે ભરાયા પાણી

Posted By:
Subscribe to Oneindia News

રાજકોટમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 મહત્વના કાર્યક્રમ છે એક છે આજી ડેમ ખાતે એક્સપ્રેસ ફીડર લાઇનનું ઉદ્ઘાટન અને બીજુ 9 કિમિ લાંબો રોડ શો. પણ મોદીના કાર્યક્રમ પહેલા ભારે વરસાદે આખા કાર્યક્રમ પર પાણી ફેરવી દીધુ છે. રાજકોટમાં સવારથી ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. એટલે જ નહીં દિવ્યાંગોનો જે કાર્યક્રમ છે જેમાં પીએમ મોદી દિવ્યાંગ બાળકોને સામગ્રી અને સહાય આપવાના છે ત્યાં પણ ઠેર ઠેર પાણી ભરાય છે. સાથે જ રોડ શો માટે જે શુસોભન કરવામાં આવ્યું હતું તેમાં પણ વરસાદના કારણે ભારે નુક્શાન થયું છે.

rajkot rain

જો કે વરસાદની આ સ્થિતિને જોતા મનપા દ્વારા યુદ્ધ ધોરણે પાણી નીકાળવાના કામ કાજ ચાલી રહ્યા છે પણ સાહેબ આવે તે પહેલા બધુ સર્વ સામાન્ય કરવું હવે મનપાને પણ થોડુ મુશ્કેલ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ચાર વાગે રાજકોટ એરપોર્ટ પર ઉતરીને પીએમ દિવ્યાંગોના કાર્યક્રમમાં હાજરી આપવા જશે. જ્યાં 1400 થી વધુ દિવ્યાંગો ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે સાઇનલેંગવેજની ગીત રજૂ કરવાના છે. ત્યારે કાર્યક્રમ ખાતે પાણી ભરાતા અનેક મુશ્કેલીઓ ઊભી થઇ છે.

English summary
Heavy rainfall in Rajkot, water field in Modi's programmes venue.
Please Wait while comments are loading...