Gujarat Weather: રાજ્યમાં ચોમાસાની વિદાય વચ્ચે ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Weather: ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઇ ગઇ છે. જો કે છતાં આગામી 7 દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોવા મળશે વરસાદ. દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. આમ તો સૌરાષ્ટ્રને બાદ કરતા તમામ ઝોનમાં 100% વરસાદ વરસી ગયો છે. જો કે છતાં લાગે છે કે મેઘરાજા સપ્ટેમ્બરના અંત સુધીમાં મેઘમહેર વરસાવી શકે છે.

આજે બુધવારે પણ કેટલાક જિલ્લામાં યલો એલર્ટ છે. તે પ્રમાણે ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ અને મહીસાગર, ડાંગ, નવસારી, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાં સ્થળે હળવો વરસાદ પડી શકે છે.
18 સપ્ટેમ્બર, ગુરુવારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, દાહોદ અને મહીસાગરમાં હળવો વરસાદ થઈ શકે છે.આ ઉપરાંત ગુરુવારે છોટા ઉદેપુર, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, વડોદરા, નર્મદા,ભરુચ, સુરત, ડાંગ, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવો વરસાદ થઈ શકે છે.
19 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેવાની શક્યતા
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો તાપી, દમણ, દાદરાનગર હવેલી, સુરત, નવસારી, ડાંગ, અમરેલી, અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, દ્વારકા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજયમાં ભારે વરસાદની શકયતા નહીવત.
આગામી 2 દિવસમાં ચોમાસાની થશે વિદાય
19 સપ્ટેમ્બરથી રાજસ્થાનથી ચોમાસાની વિદાય થઈ શકે છે. ગુજરાતમાં આજની તારીખ સુધીમાં 108.21% વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર સિવાયના તમામ ઝોનમાં વરસાદે સેન્ચ્યૂરી પૂરી કરી છે. ઉત્તર ગુજરાતમાં 118.72, કચ્છમાં 135.95, મધ્ય પૂર્વમાં 110.18, સૌરાષ્ટ્રમાં 93.89% વરસાદ ખાબક્યો છે.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
