Gujarat Weather: આજે ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે રાજયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, વલસાડ, તાપી, સુરત, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો માછીમારોને આગામી 4 દિવસ દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

Gujarat Weather

Gujarat Rain: ગુજરાતમાં અત્યારે વરસાદ એકદમ ધીમો થયો છે ત્યારે મેઘરાજા ફરીથી આરામ મોડ ઉપર આવી ગયા છે. જેના પગલે ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. જોકે, હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસ માટે ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આગાહી પ્રમાણે વલસાડ, નવસારી, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પણ જરૂરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામોમાં લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

ગુજરાતમાં અહીં પડશે છૂટો છવાયો વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં સિઝનનો કૂલ 85.04% વરસાદ નોંધાયો

રાજ્યમાં સિઝનનો કૂલ 85.04% વરસાદ નોંધાયો છે.જેમાં દક્ષિણ ગુજરાતમાં 88.05, ઉત્તર ગુજરાતમાં 88.77, મધ્ય ગુજરાતમાં 79.89, સૌરાષ્ટ્રમાં 83.72 અને કચ્છ ઝોનમાં 85.14% વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીને કારણે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. રાજ્યના 207 જળાશયોમાં 81.43 ટકા પાણીનો જથ્થો છે. સરદાર સરોવર ડેમમાં 86.46 ટકા પાણીનો જથ્થો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X