શ્રીલંકાના ઉચ્ચાયુક્ત ક્ષેણુકા સેનેવિરત્નેએ રાજ્યપાલ સાથે કરી મુલાકાત
શ્રીલંકાના ઉચ્ચાયુક્ત ક્ષેણુકા સેનેવિરત્ને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શિષ્ટાચાર મુલાકાતે પધાર્યા હતા. ભારતમાં ઉચ્ચાયુક્તનો પદભાર સંભાળ્યા પછીથી તેમની કોઈ રાજ્યની આ પહેલી મુલાકાત હતી. વાઇબ્રન્ટ ગુજરાત માટે તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
શ્રીલંકામાં ઑર્ગેનિક ફાર્મિંગ - જૈવિક ખેતીને કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વિશે ક્ષેણુકા સેનેવિરત્નેએ વિસ્તૃત વાત કરી હતી અને ઉકેલ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે વિચાર-વિમર્શ કર્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઓર્ગેનિક-જૈવિક ખેતીને બદલે નેચરલ-પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાનો અનુરોધ કરતાં કહ્યું હતું કે, વિદેશ મંત્રાલયના પરામર્શમાં રહીને શ્રીલંકન સરકારે શ્રીલંકાના કૃષિ નિષ્ણાતોના સંનિષ્ઠ અને સમર્પિત પ્રતિનિધિ મંડળને પ્રાકૃતિક કૃષિ
પદ્ધતિની વિસ્તૃત તાલીમ લેવા માટે ભારત મોકલવું જોઈએ. રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. ઉપયોગી જાણકારી મેળવીને શ્રીલંકાના ઉચ્ચાયુક્ત ક્ષેણુકા સેનેવિરતનેએ સંતોષ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
ભારતમાં શ્રીલંકાના ઉચ્ચાયુક્ત ક્ષેણુકા સેનેવિરત્નેએ ગુજરાતની ફાર્માસ્યુટિકલ કંપનીઓ પોતાના ઉત્પાદન એકમો શ્રીલંકામાં શરૂ કરે અને ગુજરાતના પ્રવાસીઓ શ્રીલંકાના રમણીય સ્થળોના પ્રવાસે આવે એવી ઈચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી. તેમણે સૌથી નજીકના પડોશી દેશ તરીકે બંને દેશો વચ્ચે સુખ-શાંતિભર્યા વધુ સુદ્રઢ સંબંધો માટેની શુભેચ્છા વ્યક્ત કરી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
