આસારામનો 9મો પ્રયાસ પણ વિફળ, કોર્ટે જમાનત અરજી ફગાવી
સગીરા સાથે દુષ્કર્મના આરોપમાં રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામને હાઇ કોર્ટે વધુ એક વાર ઝટકો આપ્યો છે. કોર્ટે આસારામની જમાનત અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે તે આ આરોપમાં પાછલા 3 વર્ષથી જેલમાં છે. અને મંગળવારે રાજસ્થાન હાઇકોર્ટમાં જામીન અરજી માટે આસારામનો આ નવમો પ્રયાસ હતો.
એટલું જ નહીં જામીન મળવાની આશ સાથે મોટી સંખ્યામાં આસારામના સમર્થકો જેલની બહાર પૂરી તૈયારી સાથે આવ્યા હતા. તેમણે પણ નિરાશ થવું પડ્યું હતું.

આસારામ પર શાહજહાંપુરની 16 વર્ષીય યુવતી પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પીડિતે આસારામ પર રાજસ્થાનના મનાઇ ગામના આશ્રમમાં બળાત્કાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં પીડિતાનો આરોપ છે કે તેને આસારામે જાનથી મારવાની ધમકી પણ આપી હતી. જો કે આસારામનું કહેવું છે કે આ તમામ આરોપો ખોટા છે.












Click it and Unblock the Notifications
