સહુને સાથે લઈને ચાલે છે હિંદુત્વ, ગુજરાતમાં બોલ્યા આરએસએસ પ્રમુખ મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત મંગળવારે ગુજરાતના પ્રવાસે પહોંચ્યા.

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવત મંગળવારે ગુજરાતના પ્રવાસે પહોંચ્યા. ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી નવી સરકારના સત્તામાં આવ્યા પછી આરએસએસ પ્રમુખ પહેલી વાર ભાજપ શાસિત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આરએસએસ પ્રમુખે કહ્યુ કે હિંદુત્વ એક વૈચારિક વ્યવસ્થા છે જે સહુને સાથે લઈને ચાલે છે. મોહન ભાગવત શહેરની ત્રણ દિવસીય યાત્રા દરમિયાન લગભગ 150 આમંત્રિતોની એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યુ, 'હિંદુત્વ એ છે જે સહુને સાથે લઈને ચાલે છે, સહુને સાથે લાવે છે, સહુને પોતાની અંદ જોડે છે અને સહુને સમૃદ્ધ બનાવે છે.'

mohan bhagwat

ભાગવતે કહ્યુ કે ક્યારેક-ક્યારેક અટચણોને હટાવતી વખતે સંઘર્ષ ઉત્પન્ન થાય છે પરંતુ હિંદુત્વ સંઘર્ષ માટે નથી. આ હિંદુઓએ સમજવાનુ છે. પરંતુ હિંદુઓએ એ પણ સમજવુ જોઈએ કે અડચણો દૂર કરવા માટે શક્તિની જરૂર હોય છે કારણકે દુનિયા એ જ સમજે છે. આપણે શક્તિશાળી બનવાનુ છે. પરંતુ આવી શક્તિ અત્યાચાર માટે ક્યારેય નહિ હોય. આ ધર્મની રક્ષા કરીને દુનિયાને એકસાથે લાવશે. તેમણે આગળ કહ્યુ કે એક રાષ્ટ્ર એક સામાન્ય સંસ્કૃતિ અને ઉદ્દેશથી જોડાયેલ વ્યક્તિઓનો સમૂહ છે.

મંગળવારે સવારે ભાગવત અહીં પહોંચ્યા. આરએસએસના ગુજરાત એકમે કહ્યુ કે તેઓ પ્રમુખ નાગરિકો અને સ્થાનિક ઉદ્યોપતિઓ સાથે બેઠક કરશે. આરએસએસ પ્રમુખ ભૂપેન્દ્ર પટેલના સીએમ બન્યા બાદ પહેલી વાર ભાજપ શાસિત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આ પહેલા વિજય રૂપાણીના નેતૃત્વવાળી સરકારમાં ગુજરાત આવ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X