અમદાવાદઃ કોંગ્રેસી ધારાસભ્યની ગાડીની ટક્કરે એકનું મોત, ડ્રાઈવરે સરેન્ડર કર્યું

અમદાવાદઃ કોંગ્રેસી ધારાસભ્યની ગાડીની ટક્કરે એકનું મોત, ડ્રાઈવરે સરેન્ડર કર્યું

અમદાવાદઃ અમદાવાદમાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. 2 ડિસેમ્બરે શૈલેષ પરમારની કારે સ્કૂટર લઈને જઈ રહેલ 47 વર્ષના શખ્સને ટક્કર મારી હતી. મૃતકના સંબંધી પ્રફૂલ પટેલે કહ્યું કે શૈલેષ પરમારનો દીકરો કાર ચલાવી રહ્યો હતો, પરંતુ પોલીસ અને ધારાસભ્ય ડ્રાઈવર દેવેન્દ્ર ભવસાર કાર ચલાવી રહ્યો હોવાનું રટણ રટી રહ્યા છે.

hit and run

પોલીસે જણાવ્યા મુજબ સોમવારે રાત્રે મેમનગર વિસ્તારમાં આ હિટ એન્ડ રનની ઘટના બની હતી, ઘટના બાદથી જ ડ્રાઈવર દેવેન્દ્ર ભવસાર ગાયબ હોવાનું પોલીસે જણાવ્યું. જે કારે સ્કૂટર ચાલકને કચડ્યો તે દાણીલીમડાથી કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના નામે રજિસ્ટર છે. પોલીસે જણાવ્યું કે આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યાં છે અને ડ્રાઈવર દેવેન્દ્ર ભવસાર ગાડી ચલાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે ડ્રાઈવર દેવેન્દ્ર ભવસાર ગાડી ચલાવી રહ્યો હતો અને મૃતકના પરિજનોને સંપૂર્ણ સહાય કરવાની ખાતરી આપી છે. ઉપરાંત શૈલેષ પરમારે કહ્યું કે મેં મૃતકના પરિજનો જોડે ફોન પર વાત કરીને તમામ મદદ કરવાની ખાતરી આપી છે અને આ કેસની તપાસમાં પોલીસને પણ મદદ કરીશ. આ મામલે હવે ડ્રાઈવરે સરેન્ડર કરી લીધું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X