HMPV Virus Cases in Gujarat : ચીનનો HMPV વાયરસ ગુજરાત પહોંચતા ખળભળાટ, દેશમાં કુલ ત્રણ કેસ મળ્યા
HMPV Virus : દુનિયાને કોરોના આપનારા ચીનમાં હવે વધુ એક વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વાયરસ ભારત પહોંચતા ખળભળાટ વ્યાપી ગયો છે.
હ્યુમન મેટાપ્યુમોવાયરસ એટલે કે HMPV વાયરસ ચીનમાં ભારત અને ગુજરાત સુધી પહોંચી ગયો છે. લેટેસ્ટ સમાચારો અનુસાર, કર્ણાટકમાં 2 અને ગુજરાતમાં 1 કેસ જોવા મળ્યો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યુ કે, કર્ણાટકમાં બે HMPV સંક્રમિત કેસ જોવા મળ્યા છે. આ સિવાય ગુજરાતમાં એક 2 વર્ષના બાળકમાં આ વાયરસ જોવા મળ્યો છે.
હાલ આ બાળકને અમદાવાદના ચાંદખેડા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કર્ણાટક સરકારે કહ્યું કે, આ વાયરસથી ગભરાવાની જરૂર નથી. આ બંને કેસમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસની કોઈ હિસ્ટ્રી નથી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ત્રણ મહિનાની બાળકી બ્રોન્કોપ્યુમોનિયાથી પીડિત હતી અને તેને બેંગલુરુની બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેને HMPVથી ચેપ લાગ્યો છે. તેને પહેલા જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
બ્રોન્કોપ્ન્યુમોનિયાથી પીડિત આઠ મહિનાના શિશુને 3 જાન્યુઆરીના રોજ બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું, જે પછી પરીક્ષણોએ તેને HMPVથી ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું છે. આ બાળકની તબિયતમાં હવે સુધારો થઈ રહ્યો છે. આ બંને દર્દીઓની કોઈ આંતરરાષ્ટ્રીય પ્રવાસ હિસ્ટ્રી નથી.
HMPV ના લક્ષણો
આ વાયરસથી પીડિતોમાં ઉધરસ, તાવ, નાક બંધ થવું, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય છે. લક્ષણો વધુ ખરાબ થવાથી બ્રોન્કાઇટિસ અથવા ન્યુમોનિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે. ચેપના સંપર્કમાં આવ્યા પછી વ્યક્તિને ત્રણથી છ દિવસમાં લક્ષણો દેખાય છે.
ભારત માટે આ વાયરસ કેટલો ખતરનાક?
હાલ ભારત અથવા ચીન સિવાય અન્ય કોઈ દેશમાં HMPVના કોઈ અહેવાલ નથી. ચીનમાં વાયરસની ગંભીરતા જાણી શકાR નથી. ચેપના ફેલાવાને રોકવા માટે મૂળભૂત સાવચેતીઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે.
આના માટે સાબુથી હાથ ધોવા, ધોયા વગર તમારા ચહેરાને સ્પર્શ કરવાનું ટાળવું, ચેપગ્રસ્ત લોકોથી અંતર જાળવવું, જો તમને લક્ષણો હોય તો અલગ રાખવું, છીંક આવવી વગેરે સામેલ છે.












Click it and Unblock the Notifications
